________________
सूत्रकृतांगसून्नम्
प्रथमम् अध्ययनम्
સ્વસમય–પરસમય અધ્યયન પૂર્વભૂમિકાઃ આમાં ભૂતવાદી, સર્વગતાત્મવાદી તજજીવવાદી, અથવા તન્શરીરવાદી, અક્રિયાવાદી, આત્મવાદી, અફલવાદી, નિયતવાદી, અજ્ઞાનવાદી, ક્રિયાવાદી, ઈશ્વરવાદી, દેવવાદી, ઈંડામાંથી લોક પેદા થયે વિગેરે મતમતાતનું સ્વરૂપ દર્શાવ્યું છે અને કેટલુંક સાધુજીના આચારેનું કથન છે. मूलम्- बुज्झिज्जति तिउट्टिज्जा, बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरो, कि वा जाणं तिउट्टई ? ॥१॥ અર્થ: મનુષ્ય બોધને પ્રાપ્ત કરવો જોઈએ બધનનું કારણ સમજી તેને તોડી નાખવું જોઈએ
(શિષ્ય પૂછે છે) મહાવીર પ્રભુએ શાને બંધન ફરમાવ્યું છે અને શાને જાણીને બ ધનને તોડે છે ? ટિપ્પણું – અહીં જ્ઞાનનું ફળ પુરુષાર્થ બતાવ્યું છે અને પુરુષાર્થ કઈ દિશામાં હોવા
જોઈએ તેની જિજ્ઞાસા દર્શાવી છે मूलम्- चित्तमंतमचित्तं वा, परिगिज्झ किसामवि ।
अन्नं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुच्चई ॥२॥ અર્થ : કારણ વિના કાર્ય (ભવભ્રમણ) હેય નહિ એમ મનમાં વિચારી ગુરુમહારાજ દર્શાવે છે થોડું
પણ સજીવ-અજીવ પરિગ્રહને ધારણ કરે છે કે અન્યને પરિગ્રહ સંબધે અનુમોદના કરે છે એ પ્રમાણે જીવ દુઃખમાથી મુકત થતો નથી.
ટિપ્પણું – પરિગ્રહ એટલે લાલચ અન્ય પદાર્થ પ્રત્યે આત્મીય ભાવ. मूलम्- सयं तिवायए पाणे, अदुवाऽन्नेहि घायए ।
हणंतं वाऽणुजाणाड, वेरं वड्ड अप्पणो ॥३॥ અર્થ : મનુષ્ય જાતે જીવહિંસા કરે છે અથવા બીજાઓ દ્વારા પ્રાણીઓને હણાવે છે કે પછી બીજા
હણનારની અનુમોદના કરે છે આમ (પરિગ્રહથી ઉત્પન્ન-આભ દ્વારા) પિતાને વેરભાવ વધારે છે.