SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૦ ૧૦૦ मूलम्- गुत्तो वईए य समाहिपत्तो, लेसं समाहटु परिव्वएज्जा। गिहं न छाए ण वि छायएज्जा, संमिस्सभावं पयहे पयासु ॥१५॥ અર્થ : જે સાધક વચનથી ગુપ્ત રહે છે, તે ભાવ સમાધિને પ્રાપ્ત જ કરે છે. સાધુએ કૃષ્ણ વિગેરે ખરાબ લેશ્યાઓને પરિત્યાગ કરી શુદ્ધ લેશ્યાને ગ્રહણ કરી સંયમનું પાલન કરવું. સાધુ ઘર બનાવે નહિ અને બીજાની પાસે બનાવરાવે પણ નહિ. તેમજ સ્ત્રીઓની સાથે સંસર્ગ પણ ન રાખે. ટિપ્પણીઃ લેશ્યા એટલે આત્માના અધ્યવસાય અથવા ભાવ, કૃષ્ણ, નીલ, કપત ખરાબ લેશ્યા છે તે, શુકલ, પદમ સારી લેશ્યા છે. मूलम्- जे केइ लोगंमि उ अकिरियआया, अन्नेन पुट्ठा धुयमादिसति । आरंभसत्ता गढिया य लोए, धम्म ण जाणति विमोक्खहेउं ॥१६॥ અર્થ? આ સંસારમાં જે લેકે આત્માને કિયા રહિત માને છે એટલે નિષ્કિય સ્વીકારે છે જયારે બીજા કે તેમને પૂછે ત્યારે મોક્ષ છે તેમ પ્રતિપાદન કરે છે. આવા મેક્ષ અને ધર્મને નહિ જાણવાવાળા અન્ય મતાવલંબી આર ભ સમાર ભમાં જ આસક્ત રહી સંસારને વધાર્યા કરે છે આવા મિથ્યા પ્રતિપાદકે વિષય ભેગમાં મૂછિત હેય છે તેઓ જીવનાં મેક્ષના કારણ રૂપ શ્રત અને ચારિત્ર્ય ધર્મને વાસ્તવિક રીતે જાણતા નથી मूलय- पुढो य छंदा इह माणवा उ, किरियाकिरियं च पुढो य वायं । जायस्स वालस्स पकुव्वदेहं पवई वेरमसंजयरस ॥१७॥ અર્થ ઃ આ લોકમાં મનુષ્યની રૂચિ એટલે કે અભિપ્રાય ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે આત્માની મુકિત માટે કઈ કિયાવાદને સ્વીકાર કરે છે. આવી રીતે એકાંત મતને વળગી સંસારમાં સુખની અભિલાષાથી જન્મેલા બાળકના શરીરને કાપીને પણ પિતાનુ સુખ ઇચ્છે છે એવા અસયતનું વેર ભવોભવ વધતું જ જાય છે मूलम्- आउक्खयं चेव अबुज्झमाणे, ममाति से साहसकारि मंदे। अहो य राओ परितप्पमाणे, अढेसु मूढे अजरामरेव्व ॥१८॥ અર્થ: આરંભમાં ર પ પુરૂષ જ્યારે પોતાનું આયુષ્ય પુરૂં થશે તે જાણતો નથી પરંતુ તે પુરૂષ વસ્તુઓ ઉપર મમત્વ રાખી જગતનાં પદાર્થોને મેળવવાની આકાંક્ષામાં પાપકર્મ કરતો જ રહે છે. રાત અને દિવસ ચિંતાતુર બની દુઃખનો જ અનુભવ કરે છે ધન-ધાન્ય અને ઉપાર્જનમાં પોતાને અજર અમર માની તેમાં મૂઢ અને મુગ્ધ રહી અશુભ વૃત્તિને વધારતો જ રહે છે તેને શુભ ભાવ કદિ આવતો નથી. मलम- जहाहि वित्तं पसवो य सवं, जे वधवा जे य पिया य मित्ता। लालप्पई सेऽवि य एइ मोहं, अन्ने जणा तस्स हरंति वित्तं ॥१९॥ અર્થ : હે ભવ્ય ! ધન, ધાન્ય, સ્વજન, બાંધવ, મિત્ર, પશુ, પક્ષી વિગેરે બધાને જ ત્યાગ કરે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy