________________
સૂયગડાંગ સૂત્ર मूलम्- परमत्ते अन्नपाणं ण भंजेज्ज कयाइ वि।
परवत्थं अचेलो वि, तं विज्जं परिजाणिया ॥२०॥ અર્થ : સાધક મુનિ ગૃહસ્થનાં પાત્રમાં ભેજન તેમજ પાણી પીએ નહિ. વસ્ત્ર રહિત હોય તો પણ
ગૃહસ્થનું વસ વાપરે નહિ. કારણ કે ગૃહસ્થનાં ઉપકરણ વાપરવાથી પૂર્વ કર્મ અથવા પશ્ચાતુ
કર્મને દેષ લાગવા સ ભવ છે આથી સંયમની વિરાધના, થવાનો ભય છે मूलम्- आसंदी पलियंके य, णिसिज्जं च गिहंतरे।
संपुच्छेणं सरणं वा, तं विज्जं परिजाणिया ॥२१॥ અર્થ : વિદ્વાન મુનિ ગૃહસ્થના કેઈપણ આસન પર બેસે નહિ. ગૃહસ્થને તેનાં ઘરનાં સમાચાર
પૂછે નહિ. પૂર્વના ગૃહસ્થાશ્રમની તથા કામગની ક્રિડાઓનું સ્મરણ કરે નહિ. આ સર્વ
કાર્ય અનર્થનાં મૂળ છે. અને સંસાર પરિભ્રમણનાં હેતુ જાણે મુનિ તેને ત્યાગ કરે मूलम्- जसं कित्ति सलोयं च, जा य वंदणपूयणा ।।
सव्वलोयंसि जे कामा, तं विज्जं परिजाणिया ॥२२॥ અર્થ : યજ્ઞ, કીર્તિ, સ્લાધા, વદન, પૂજા તથા સંસારનાં તમામ કામ ગે તે બધા સંસાર
પરિભ્રમણના હેતુઓ જાણી વિદ્વાનમુનિ તેને ત્યાગ કરે (બહૂ દાન દેવાથી પ્રસિદ્ધિ થાય તેને કીર્તિ કહેવાય છે કાર્યમાં વિજય મળે તો તેને યશ કહેવાય ઉત્તમ જાતિમાં જન્મ થવો, તપ કરવું, શાસવિદ્યા મેળવી તેને પ્રચાર કરવો તે લાધા કહેવાય આ બધાને
કામગમાં સમાવેશ થાય છે मूलम्- जे णेहं णिव्वहे भिक्खू , अन्नपाणं तहाविहं ।
अणुप्पयाणमन्नेसि, तं विज्जं परिजाणिया ॥२३॥ અર્થ : જે અન્નપાણી લેવાથી મુનિને સંયમ નષ્ટ થાય, તેવા પ્રકારનાં અને પાણી સાધુએ ગ્રહણ
કરવા નહિ કદાચ અશુદ્ધ અન્ન-પાણી ગ્રહણ થઈ ગયા હોય તો તેવા અન્ન-પાનું અન્ય સાધુને આપવા નહિ. તેમ જ પોતે ભેગવવા નહિ કારણકે તે સંસાર ભ્રમણનાં હેતરૂપ
હોવાથી મુનિએ તેને ચગ્ય સ્થળે પરઠવા જોઈએ. मूलम्- एवं उदाह निग्गंथे, महावीरे महामुणी।।
अणंतनाणदंसी से, धम्म देसितवं सुत्तं ॥२४॥ અર્થ : અનંતજ્ઞાન અને દર્શનયુકત બાહ્ય અને અભ્યતર ગ્રથિ રહિત એવા નિગ્રંથ મહામુનિ
ભગવાન મહાવીરે ઉપર પ્રમાણે શ્રત અને ચારિત્ર્યરૂપ ધર્મ પાલનના આચારનો ઉપદેશ આપેલ છે. આ ઉપદેશ સંયમનાં રક્ષણ માટે છે તેમ જ જીવ-આદિ પદાર્થોનું સ્વરૂપ
જાણી પોતાનું તથા પરનું હિત કરવા માટે ઉપદેશ્ય છે. मूलम्- भासमाण न भासेज्जा, णेव बंफेज्ज मम्मयं ।
माइठाणं विवज्जेज्जा, अर्णाचतिय वियागरे ॥२५॥ અર્થ ? જે સાધુ ભાષા સમિતિને અનુરૂપ ભાષા બેલનાર છે વાણીનાં સવ ભેદેને જાણનાર છે