________________
ત્રીજું સ્થાનાંગસૂત્ર
૨૯ નથી માનતા? જે પૂજા સાવદ્ય હોય તે સાધુએ એ ઉપદેશ આપ નહિ, અને જે ઉપદેશ આપવાનું નથી તે પછી કર્તવ્ય જ છે એમ કહી શકાય જ નહિ. અને જે નિરવદ્ય હોય તો સાધુને કરવામાં વાંધો નથી. પૂજાનું સ્વરૂપ અને એને અનુબંધ
પૂજા સ્વરૂપે સાવદ્ય. દેખાવમાં છકાયની વિરાધનાવાળી, પણ અનુબંધે–ફળ તરીકે નિર્જરારૂપ છે. પ્રશ્નકાર–જ્યારે સ્વરૂપે સાવદ્ય છે અને પરિણામે નિર્ભર કરનારી છે તે સાધુએ કેમ ન કરવી? સમાધાન-સાધુએ સ્વરૂપે સાવદ્યમાં જવાની જરૂર શી? આ જગે પર કેટલાક કહે છે કે-સ્વરૂપે સાવદ્યના નામે અલ્પ પાપ માનવું જોઈએ, જે જિનેશ્વરની પૂજામાં અલપ પાપ બંધાય છે, ભલે ઘણી નિર્જરા થતી હોય, એમ માનીએ તે સાધુએથી તેને ઉપદેશ થઈ શકે નહિ. અશુદ્ધ દાનના ઉપદેશની માર્ક
પૂજાને ઉપદેશ ન અપાય શુદ્ધ દાન એકાંત નિર્જરાનું કારણ, અશુદ્ધ દાન અલ્પ પાપને બહુ નિર્જરાનું કારણ પણ સાધુથી અશુદ્ધને ઉપદેશ દેવાય નહિ. સુપાત્રને અસૂઝતું આપવું તે “અશુદ્ધ દાન’ સાધુને અફાસુ, અષણીય દેવામાં આવે તે “અશુદ્ધ દાન. સુપાત્રે દાન દેજે, તેમ અસૂઝતું પણ દેજો એમ સાધુથી કહેવાય નહિ. જે અશુદ્ધ દાન અલ્પ પાપવાળું ને બહુ નિર્જરવાળું હોય તે તેને ઉપદેશ દેવાય નહિ. તે પછી પૂજાની અનુમોદના શી રીતે? કોઈ કહે અસૂઝતું દે તે નિદિયા થાય. સમાધાન–રેવતી શ્રાવિકાના દાનને પ્રસંગ
, મહાવીર સરખા તમામ ઉપસર્ગો, પરીષહમાં પાર