________________
વ્યાખ્યાન રર જગતના વ્યવહારને આધાર આચાર - ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ વહેતે રહે તેને માટે દ્વાદશાંગીની રચના કરતા થકા, આચારાંગમાં આચારના ટકવા સાથે તીર્થનું ટકવું, આચારના વિચ્છેદ સાથે તીર્થને વિચ્છેદ, નિગ્રંથ વિના શાસન હેય નહિ, કહો કે મહાવ્રત વિના શાસન પ્રવર્તતું નથી વગેરે જણાવી ગયા. જગતને આખે વ્યવહાર આચાર ઉપર પ્રવર્તે છે.
ઘાતિકને ક્ષય કરીને વીતરાગ સર્વરૂપણની સ્થિતિને પામેલાને દેવી તરીકે માનીએ છીએ. જૂઠ, પરિગ્રહ કરનારને દેવ” તરીકે માન્યા નહિ. જ્યાં દ્રવ્ય હોય ત્યાં ભાવ હોય એ નિશ્ચય કરી શકે તેમ નથી. મેક્ષને અંગે ભાવલિંગને નિયમ રાખ્યો ને દ્રવ્યલિંગની ભજન રાખી. દ્રવ્ય-ત્યાગ અનિયમિત પણ ભાવ-ત્યાગ જરૂર જોઇએ. ભાવ-ત્યાગ અને ભાવચારિત્ર વિના મેક્ષ નથી. દ્રવ્ય-ત્યાગનું અનિયમિતપણું છે. ભાવ-ત્યાગનું નિયમિતપણું છે છતાં દ્રવ્યથી હિંસા ન પાળને હેય, જૂઠ વગેરે ન છેડતે હોય તેવાને દેવ” કે “ગુરુ” માનવા તૈયાર નથી. અને તેવી ક્રિયાને “ધર્મ” માનવા તૈયાર નથી. દ્રવ્ય-આચારની મહત્તા
શંકા-તમારે ગુણ માનવા છે કે આડંબર? એને આત્મામાં 'જૂઠને ત્યાગ છે કે નહિ? બહારથી જૂઠનો ત્યાગ કરે કે ન