________________
૨૯૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન વિચારમાં સ્થિત થાય પછી ઠાણુગ અને પછી મહાવત. દ્રવ્ય-દુઃખ દૂર કરવા માટે શાસન સ્થાપવાની જરૂરિયાત ' જીવનું બાહ્ય હિત નહિ તપાસે અને બાહ્ય અહિત ન છેડે, તે અત્યંતર હિત સર્જી શકે નહિ. જ્ઞાન, દર્શન ને ચારિત્ર મેળવી દેવું શા માટે? કર્મબંધનથી છૂટવા. કર્મબંધન હોય તો શું નુકશાન? દ્રવ્ય-દુઃખે દુખિ થાય. સંસારમાં રખડનાર થાય. જિનેશ્વર મહારાજે આ તીર્થ સ્થાપ્યું છે, શાસન પ્રવર્તાવ્યું છે તે સીધાં દ્રવ્ય-દુઃખ ટાળવા માટે. જગતને દુઃખી થતું દેખ્યું, દુઃખમાં કઈ શરણ નહિ. તે તીવ્રતર દુઃખી થતું દેખ્યું ત્યારે શાસન પ્રવર્તાવ્યું. જેને નાક, કાન નથી, તેને નથ-વાળી શા કામની? તેમ જે જન્મ, જરા ને રેગ વગેરે ઉપર તત્વ ન હોય, તેના દ્રવ્ય-પ્રાણોના નાશ ઉપર તત્વ ન હોય તો શાસન સ્થાપવાની જરૂર ન હતી. દ્રવ્ય-દુઃખ એટલે જન્મ, જરા ને મરણનું દુઃખ તીર્થકરને અંગે દ્રવ્ય-દુઃખ ટળવાને અંગે મહિમા ગણાવવામાં આવે. દ્રવ્ય-દુ:ખે તરફ બેદરકારી હોય, તે પછી જિનેશ્વરને શાસન સ્થાપવાની જરૂર નથી. પ્રાણુ શબ્દ રાખવાનું કારણ - પાંચ મહાવ્રતોમાં પહેલું મહાવ્રત હોય છે તે પ્રાણાતિપાતનું વિરમણ છે. “પ્રાણાતિપાત’ કેમ રાખ્યું? દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણુ તરીકે પ્રાણના વિભાગ કરી ગયા. પ્રાયશ્ચિત્ત-શુદ્ધિ પ્રાણુ ઉપર આધાર રાખે છે. જીવ કોઈ દિવસ મરતો નથી. તેનાથી વિરમવાનું શ્રેય નહિ તેથી “પ્રાણ” શબ્દ રાખે.
અતિપાત કરતાં વધ” શબ્દ શું છેટે હો? અતિપાતને