________________
૨૧૭૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન હોય તેણે સમ્યકત્વ તરફ પહેલી પ્રવૃત્તિ કરવી જરૂરી છે ઘીની પ્રવૃત્તિવાળાએ દહીં તરફ ધ્યાન રાખવું, પણ એ દુધવાળા તરફ ધ્યાન ન રાખે તે? મોક્ષની ઈચ્છા રાખવાવાળાએ સમ્યફત્વ તરફ ધ્યાન રાખવાનું છે પણ સમ્યફત્વવાળાએ ગ્રંથિભેદ તરફ ધ્યાન રાખવાનું છે. કારણકે ગ્રંથિભેદ થયા સિવાય સમ્યકત્વ થવાનું નથી. ઉદ્યમની જરૂરિયાત - ગ્રંથિભેદ કહે કેને? વસ્તુ બનાવવી હોય તે પહેલાં ખ્યાલ લેવું જોઈએ. કેઈક ભાગ્યશાળીને ખ્યાલ વિના પણ બની જાય. જંગલમાં ભૂલા પડેલામાં અજાણ્યા છતાં કેઈકને માર્ગે આંધી જવાનું થાય. ગ્રંથિભેદને જાણે નહિ પણ નિસર્ગસમ્યકત્વ થાય. તે તે કઈક જંગલમાં ભૂલે પડેલો માગે આવે તેવો જાણ, પણ જે નિસગ–સમ્યકત્વ સહેજે થઈ જતું હેત તે ઉદ્યમ કરવાની જરૂર રહેત નહિ. દુનિયામાં પણ જાણતાને જોડે લેવાની મુસાફરીમાં જરૂર પડે છે. કાલચક્રની અપેક્ષાએ કેટલાક નિસર્ગ-સમ્યકત્વવાળા ગણાય પણ સામાન્ય રીતે કઈક ગણાય છે માટે કરવાની ઈચ્છાવાળાએ ઉદ્યમ કરે જરૂરી.. ગ્રંથિનું સ્વરૂપ :
ગ્રંથિભેદ કરવાની ઈચ્છા કોને હોય ? ગ્રંથિ નથી જાણ ત્યાં શું થાય? ગ્રંથિ પહેલાં સમજવી જોઈએ કે ગ્રંથિ શી ચીજ છે. શાસ્ત્રકારે કહ્યું છેદુર્ભેદ રાગદ્વેષનું પરિણામ તે જે “ગ્રંથિ. કર્કશ રૂઢ એવી ગાંઠ તે “ગ્રંથિ” કર્મથી થયેલ १ गठित्ति सुदुन्भेओ कवडवणरूढगूढगंठिन । जीवस्स कम्मકળિો ઘારાસપરિણામે II (વિ૦ ના ૧૨૮ ૦).