________________
અઢારમું] સ્થાનાંગસૂત્ર
૨૫૩ અગિ કેવલીની દશા વિચારીએ તે ત્યાં પણ પર્યાયને નાશ અને દુઃખની ઉત્પત્તિ એ બે વર્જી શકાતાં નથી. છતાં જળમાં સિદ્ધ થયેલાં, દરિયામાં, નદીમાં સિદ્ધ થએલા આપણે માનીએ છીએ. જે વખત સિદ્ધ થનારાનાં શરીરે મદી, દરિયા, જલાશિમાં હોય તે વખત જેને અંગે પર્યાયને નાશ છે કે નહિ? દુખની ઉત્પત્તિ છે કે નહિ? પર્યાયનો નાશ ને દુઃખની ઉત્પત્તિ છે. “વધ વર્જએ અશક્ય છે એટલું જ નહિ, પણ અસંભવિત પણ છે. આ જે કહ્યું તે પ્રવૃત્તિને અંગે. આ ત્રણ પ્રકારને જે વધ કહે છે તે વધનું વર્જન આચાર પ્રત્યે છે પણ પ્રતિજ્ઞા પરત્વે નંથી વર્તનની અપેક્ષાએ “પાણી, વનસ્પતિ, વાયરાની વિરાધના ન થાય તેમ વર્તજે “એમ શ્રાવકને કહીએ છીએ. . . . .
આચારને અમે આપેલો ઉપદેશ • પ્રતિજ્ઞામાં ઉતારી દે તે તું સ્થાનને સમજેલ નથી. આચાર બતાવવામાં વાંધો નથી. પણ પ્રતિજ્ઞા ન કરી શકાય. વધ વર્જવાને અંગે ઉપદેશ આપે તે લાયક અને જરૂરી, પણ પ્રતિજ્ઞાને વિષય ચાલે છે. પ્રતિજ્ઞાને અંગે ન ચાલે. પ્રતિજ્ઞા લઈએ તે એક એક જલસિદ્ધ થયા તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ છે એમ કહેવું પડે છે. શ્રાવકને એકેદ્રિયની વિરાધના વવાની હતી, તે વર્જીત થઈ ગઈ, આચારને અંગે વર્જવાની હતી. આચારને વિષય છે. પ્રતિજ્ઞાને વિષય છે. સર્વ પ્રાણાતિપાતવિરમણ એ પ્રતિજ્ઞાને વિષય છે.