________________
૨૫૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
છે, કારણકે જ્ઞાનીના વચનની નિશ્રામાં રહીને જ્ઞાનીની માફક વર્તાવ કરનારા એ હોય છે. અગીતાર્થ જો ગીતાર્થની નિશ્રાવાળે હેય તે તેનું સંયમ માન્ય. જ્ઞાન પારકું પણ કામ લાગે
આચારની પ્રબળતા કેટલી બધી સ્વીકારી? એક દેખતે હોય અને એક આંધળો હોય, આંધળો દેખતાની આંગળી પકડનારે હોય અને જ્યાં જવું હોય ત્યાં બંને સાથે જાય. તે પછી દેખનારા અને નહિ દેખનારામાં ફરક નહિ. જ્ઞાન પારકા આત્મામાં રહેલું તે કામ લાગે છે. અગીતાર્થની નિશ્રાએ સાધુપણું માન્યું તેમ અવિરતિની નિશ્રાએ સાધુપણું માન્યું નહિ. જ્ઞાન સાથે દયાની પણ આવશ્યકતા
શંકા–જ્ઞાન બીજાના આત્મામાં રહેલું ફળ ન દે તો પછી બીજાના આત્મામાં રહેલી વિરતિ કેમ ફળ ન દે? સમાધાન– પારકું જ્ઞાન બીજાને કામ લાગે, પણ પારકું ચારિત્ર બીજાને કામ ન લાગે. અગીતાર્થને પણ ગીતાર્થની નિશ્રાથી જ્ઞાન માન્યું. જવું હોય તેને ટાંટી આમાં જોર જોઈશે. આચાર, ચારિત્ર પવિત્ર કિયા એ તો શાસનમાં લેવી પડશે. જ્ઞાન તે માત્ર સાધન તરીકે. જ્ઞાન પહેલાં પણ તેથી તત્ત્વ તે દયાનું જ લાવવાનું છે. જે જ્ઞાનની અંદર દયાનો ઉદ્દેશ ન રહે તે તે જ્ઞાનને જ્ઞાન માનવા જૈન શાસન તૈયાર જ નથી. આથી જ્ઞાનને ખસેડવું છે એમ માનશે નહિ. દયાના સાધન તરીકે જ્ઞાન
દશવૈકાલિકમાં પહેલું જ્ઞાન કહ્યું છે. જ્ઞાન એ શાસનની જડ છે. જેના પરિણામમાં સદાચાર હોય તે “જ્ઞાન. જ્ઞાન, જ્ઞાન તરીકે ઉપયોગી નથી, પણ જ્ઞાન દયાના સાધન તરીકે ઉપગી છે.