________________
ઉપદૂઘાત.
છે. અર્થ તે પૂર્વાપર સંબંધ જોઈને મેં દર્શાવ્યું છે. ' * કેળીનાળી (પૃ. ૧૦૪). કેળી અને એના જે અનાર્ય જાતિને માણસ.
તાલંબાજ (પૃ. ૫૭). એક તે તાડનું ઝાડ ઊંચું હોય અને તેના ઉપર બાજ જેવું ચર પક્ષી બેઠું હોય કદાચ ઊડતું હોય. એ નિશાન ન ચૂકે તે “તાલંબાજ' કહેવાય એમ લાગે . છે. આથી “અતિકુશળ” એ આને અર્થ હશે.
દાધારંગ (પૃ. ૨૦૧); દાધારંગી (પૃ. ૨૪૬). દાધારંગુના અદેખું અને ગાંડિયું એમ બે અર્થ થાય છે. અહીં બીજો અર્થ પ્રસ્તુત છે. .
ફટાઈઆ (પૃ. ૮). “સાર્થ ગુજરાતી જોડણી કેશમાં આ શબ્દ નથી. પણ એને બદલે ફટા અને ફટે શબ્દ છે. ફટાને અર્થ “વારસાને ભાગ લઈ ભાઈથી જુદે પડેલે ઠાકોર” એમ કરાવે છે - મકસદ (પૃ. ૧૫). આનો અર્થ મુરાદ, ઈરાદે છે.
માઢ (પૃ. ર૦૦). આના ત્રણ અર્થ થાય છેઃ (૧)મહેલ યાને મેડીવાળું સુંદર મકાન, (૨) વાસ યાને મહેલે અને (૩)
ભાડ યાને એક જાતને રાગ. પણ અહીં (પૃ. ૨૦૦) તે કોંસમાં . આંગણાને એક ભાગ એ અર્થ અપાયે છે
શાસા (પૃ. ૨૦૪). ખરે શબ્દ “સાંસા છે અને એને અર્થ “મુકેલી છે. " આ વિશિષ્ટ લક્ષણે-વ્યાખ્યાઓ–વ્યાખ્યાનકારને જૈન દર્શનનું રહસ્ય ઘણું સારી રીતે સમજાયું છે એટલું જ નહિ પણ એ તારે તાર છૂટા પાડીને સમજાવી શકે એવી રીતે એમણે આ દર્શનનો અભ્યાસ કર્યો છે. આથી સચેટ શબ્દોમાં