________________
સત્તરમું ] સ્થાનાગસૂત્ર
૨૩૧ તેથી ઉમાસ્વાતિજી મિક્ષ શબ્દ સીધો મેલીને ચાલ્યા. જૈન ધર્મમાં મોક્ષના સંસ્કારો ગળથુથીમાં - મેક્ષ કે? મોક્ષ જ લે. તે વિષે કાંઈ નહિ. જૈનનાં બચ્ચને મેક્ષ સમજાવવું પડે નહિ જેનનું બચ્ચું ગળથુથીથી મક્ષ સમજે છે. મેક્ષ જ દયેય હોય તેને લીધે મેક્ષ શી ચીજ ? મેક્ષ સર્વ કરતાં ઉત્કૃષ્ટ તે કાંઈ ઉમાસ્વાતિજીએ કહ્યું નહિ. પાલીતાણામાં રહેલાને ભાવનગર આવું છે તે કાંઈ જાણુવાની જરૂર નથી. બેડ (Board) ઉપર સીધે ભાવનગરને રસ્ત છે. ભાવનગરના સ્વરૂપની જરૂર પડતી નથી. બધાં નજીકના ગામવાળાઓ નજીકના શહેરની સ્થિતિ સમજતાં હોય તેમ અહીં ઉમાસ્વાતિજીએ મેક્ષનું બર્ડ (Board) માર્યું. ભાવનગર કેવું છે એવું બોર્ડ મારવા જાય તે દુનિયા મૂર્ખ કહે. ભાવનગરની હકીકત બધા જાણે છે.
તેવી રીતે જૈન ધર્મમાં ગળથુથીમાં મોક્ષના સંસ્કાર મળેલા હોય છે. કેઈ પણ જીવ જગતથી સુકાય તેમાં આનંદ કાઈ જીવ મુકાવનારે થાય તેમાં આનંદ. મોક્ષે ગયા અને અમને મુકાવે તેમાં આનંદ. આટલું બધું જૈન ધર્મનું મક્ષ માટે ધ્યેય છે, તેથી મોક્ષનો માર્ગ ઉમાસ્વાતિએ કહ્યો. જેના શાસનની જડ મેક્ષમાં એટલી બધી જામેલી છે તેથી અભવ્યને મોક્ષની પ્રરૂપણ કરવી પડે. જે માન-પૂજાની ઈચ્છાવાળે, જેને મિક્ષ સાથે સંબંધ નથી તેનાથી મોક્ષ સિવાય બીજું બેલાય નહિ. પુણ્યનો પાચે જ પાપ
વિમુક્તિ અધ્યયન એ આચારાંગમાંનું છેલ્લું અધ્યયન
१ विमोत्ति चउत्था, निसीह पंचमा चूला। (आचा० चू० पृ. ४)