________________
૧૯૬
સ્થાનાંગસૂત્ર | [ વ્યાખ્યાન ન લેવી તે અર્થ વિરમણમાં નહિ પરિગ્રહવિરમણ નામ શા માટે રાખ્યું? “પરિ ઉપસર્ગ શા માટે છે? ગ્રહણ માત્રને ત્યાગ નથી. આહાર લે તે પાપ થઈ જાય તેમ નહિ, સંયમોપકરણ સિવાય જે કાંઈ વસ્તુ લેવી તે જ “પરિગ્રહ’. “પરિ ઉપસર્ગથી વિશિષ્ટ એમ જણાવી સંયમ-ઉપકરણ સિવાય એમ જણાવ્યું. બિલાડીને ગળે ઘંટડી
એક ઓરડામાં ઉદર રહેતા હતા. બિલાડી આવીને રેજ મારી જાય છે. પેસે તેની ખબર પડતી નથી. ઉંદરડાના પંચે ઠરાવ કર્યો-બિલાડીના ગળે ઘંટડી બાંધી દે. વાત ખરી. બિલાડીને ગળે ઘંટડી બંધાઈ જાય તો ભય ન રહે. આ નિર્ણયને અમલ કેણ કરવા જાય?
મુછાગો વેરળ-શબ્દમાં સારે છે. મૂછનું વિરમણ થાય છે કયાં? તેની ખબર રહી? જેની પાસે જે વખતે જે હોય તેમાં જે જકડાય તે મૂચ્છ ચક્રવતી છ ખંડની રિદ્ધિ છેડીને નીકળે, આવીને દાંડામાં લેવાયે. ઘેરે હજારે, લાખ રૂપિયા છેડીને આવેલા સાધુસાધ્વીઓ ચીંથરામાં ચૂંથાયા. જે લાખમાં લેવાયા નહિ તે ચીંથરામાં મૂંઝાયા. જકડાવવાને સંભવ અગિયારમા સુધી
જકડાઈ જવાને સંભવ ક્યાં સુધી? અગિયારમા સુધી. તે અગિયારમા સુધી પાંચ મડવત ન દેવાં? દશની આગળ વધે નહિ. ત્યાં સુધી લેભ જવાને નહિ. ડૉકટર (doctor) દવાખાનું કરે. દવા, ઓજારે રાખે. રોગ કાઢી નાખવા તે હાથમાં ન રહે. રેગ કાઢે તે જ ડૉકટર એમ ન કહીએ, તેમ મૂર્છા કાઢે