________________
૧૮૪ સ્થાનાંગસૂત્ર
વ્યખ્યાન ' વિચારને બાપ આચાર
સમાધાન–આચાર પ્રવર્તાવવાની પહેલી જરૂર છે. વિચારની સ્થિતિ વિચારીએ તે વિચારને બાપ આચાર છે. વિચાર વસ્તુ શી? મન. મનને બનાવે કેણ? કાયા. વિચારને માટે મનના પગલે કાગ લે. જે મનુષ્યને જે વસ્તુને પરિચય. આવ્યા હોય તેને જ વિચારે થાય. જે વસ્તુ છૂટી જાય તેના વિચારો - છૂટી જાય. તમાકુ સુંઘનારે વ્યસનમાં પૂરે ઉતર્યો હોય, ત્યારે ઊંઘમાં ચપટી ભરી લે. કાયાની પ્રવૃત્તિ. એ જ વ્યસન છૂટી જાય ત્યારે કાયાની પ્રવૃત્તિ રોકાઈ જાય છે. જેને અંગે કાયાની પ્રવૃત્તિ હોય તે જ સંબંધી વિચાર આવે. એક જ સંગ પર નિયાણું કરે છે. બાહ્ય સંજોગ વિના ખરાબ વિચાર ન થાય
• ખરાબ વિચારો બાહ્ય સંજોગ વિના થાય નહિ. ચાહે તે રંડીબાજ હોય તેને અમેરિકામાં ન દેખેલી સુંદર સ્ત્રીને વિચાર કઈ દિવસ આવે છે ? ઈદ્રિ દ્વારા રસના, શ્રોત્ર વગેરે પ્રવર્તે તેમાં મનનું ચાલે છે. માટે પહેલાં આચારને કાબૂમાં લે. વિચાર મનને વિષય છે તેથી મન પહેલાં કાબૂમાં ન આવે. આચાર પહેલાં કાબૂમાં આવશે. લેવાદેવાની ચીજ હોય તે લઈ દઈ શકીએ. આચાર કાબૂમાં લઈ શકાય તેવી ચીજ છે. પહેલાં એને કાબૂમાં લેશે તે વિચાર કાબૂમાં આવશે. અજવાળું જોઈતું હોય તે દીવાને પકડે. અજવાળું લાવવાની કે કાઢવાની ચીજ નથી. તેમ વિચાર પણ નથી, કાયાને પ્રવર્તી એટલે મન આપોઆપ ગુમાઈને રહેશે. - સામું ન મળ્યાં ન લડાય
જે માણસને સામે લડવા માટે ન મળે તે લડી લડીને