________________
૧પ૬
સ્થાનાંગસૂત્ર " [ વ્યાખ્યાન સર્વ જીવવિષયક, સર્વદ્રવ્યવિષયક. ચારેની માલિકીને અંગે અદત્તાદાન ત્રીજે નંબરે ગ્ય હતું અને મૈથુનવિરતિ થે નંબરે યોગ્ય હતું પણ પાંચમા નંબરની તો જરૂર જ ન હતી.
અગ્નિ, પાણી, સ્ત્રીને બંધ કરો, તે પરિગ્રહ લઈને કરીએ શું? ચાર બંધ થયા પછી પરિગ્રહ કરાવે તે પણ કેણ કરવાને? મૂંગાને બોલવાનાં પચ્ચફખાણ આપવાં તે નકામાં છે. પરિગ્રહ આપવા જાય તે પણ કહેઃ શું કરું? છોકરાં હૈયાં ન હોય તેને વીલ કરવાં પડે છે. છતાં પૈસા, પાપમાં પ્રવૃત્તિવાળા છતાં પણ દઈ દેવા માગે છે, વીલનો અર્થ આટલે.
* પહેલાં પાંચમાની સફળતા સાબિત કરો. એમાં એટલી બધી ઓછાશ છે? માગ્યુંતુચ્યું છે? તે પછી પાંચમા નંબરે કેમ ? . . . : :
વ્યાખ્યાન ૧૨ નય, પ્રમાણુને નયાભાસ
- ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે દ્વાદશાંગીની રચના કરવા માંડી, તેમાં આચારાંગમાં સાધુઓએ આચારનું આચરણ કેવી રીતે કરવું તે કહ્યું. ને વિચારમાં સાવચેતી કેવી રીતે રાખવી, સ્વિસ્મય ને પરસમય કેવી રીતે જુદા છે, તે બધી જ વ્યવસ્થા
સૂયગડાંગમાં કહી. એ કર્યા છતાં પરસમય કેટલા તેનો પત્તો નથી. દુનિયામાં મતમતાંતરની તે સંખ્યા છે કહે કે પાંચછશે. જેટલા વચનના માર્ગો છે તેટલા નેયવાદે છે. જેટલા