________________
૧૭
ઉપદુઘાત (સુય. ૧)ના સેલગ” નામના અજઝયણમાં થાવગ્ગાપુને પાંચ મહાવતની હકીકત કહી તે અને ચાતુર્માસિક પ્રતિક્રમણને ઉલ્લેખ છે એ નેમિનાથના તીર્થમાં કેવી રીતે ઘટે તે વિચારવા જેવું છે.
પાંચ યામ–સમવાય (સુ. ૨૫)માં “યામ” શબ્દ મહાવ્રતના અર્થમાં અને તે પણ પાંચ થામ (જામ) એમ સ્પષ્ટ રીતે નિર્દેશાયેલ છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે: ___ "पुरिम-पच्छिमगाणं तित्थगराणं पंचजामस्स पणवीसं भावणाओ पण्णत्ता"
- આ એક અપવાદ સિવાય પાંચ મહાવ્રતને બદલે પાંચ યામને ઉલેખ અન્યત્ર હેય એમ જણાતું નથી. એ ગમે તે હા, કેઈ સ્થળે “મહાવ્રત’ શબ્દના નિર્દેશપૂર્વક એની સંખ્યા પાંચથી ઓછી કે વધારે દર્શાવાઈ હોય એમ જાણવામાં નથી, અને એથી મહાવ્રત પાંચ જ એમ જે વ્યાખ્યાતાએ ભારપૂર્વક કહ્યું છે તે યથાર્થ છે.
વૃક્ષ અને વાડ–અહિંસા એ વૃક્ષ છે ને બીજાં મહાવ્રત
૧ આને અંગેની ભાવનાઓને વાચનાન્તરમાં આવશ્યક અનુસાર જણાય છે એમ અત્યદેવસૂરિએ આની ટીકા (પય ૪પ)માં કહ્યું છે.
૨. આગમોમાં અહિંસાને સિદ્ધાન્ત એ વિષ્ય ઉપર વિસ્તૃત લેખ તૈયાર કરવામાં મને મુંબઈ વિધાપીઠ તરફથી મળેલું સંશોધન-દાન પ્રેરક બનવાથી હું આ લેખ લખી શકે. આનંદની વાત તે એ છે કે આ લેખને ત્રણ હતા અત્યાર સુધીમાં આ વિધાપીઠના સામયિકમાં પ્રકાશિત થયા છે અને ગ્રન્થસન્દર્ભને લગતો કે તે આવતે વર્ષે છપાશે. પહેલા હપ્તા તરીકે પ્રકરણ ૧-૫Arts No. 21માં પૃ. ૯-૧૮ માં. બીજ હપ્તા તરીકે પ્રકરણ ૬-૮ No. 22 માં પૂ. ૭૨ – ૬ . માં અને ત્રીજા હપ્તા તરીકે પ્રકરણ ૮ ૧૧ અને બે પરિશિષ્ટ