________________
७८ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ખંડન અને મિથ્યાષ્ટિ મહાવ્રતના વિરાધક રહે. મિથ્યાષ્ટિ અભવ્યની સ્થિતિ સામાન્ય વિરાધના કરનારાની જેવી હેવી જોઈએ. જેણે સાધુપણાની વિરાધના કરી તેની સ્થિતિ સૌધર્મ સુધી પણ અભવ્ય નવ ગ્રેવેયક સુધી જાય છે. અભવ્યને સ્વદયા ધ્યાનમાં એ નથી, તે માનત એ નથી અને પાળતે પણ નથી. તેવાને નવ પ્રિયક સુધી જવાનું થાય છે તે જે દ્રવ્યચારિત્ર ન હોય તે જાય કયાંથી? સાધુપણાને વિરાધક તે સૌધર્મ સુધી જ જાય. માટે સ્વદયાને મડાગ્રતમાં સમાવેશ કરવાનું નથી. સ્વદયા એટલે પિતાને અંગે ધારણા. બચવાના વિચારે તે ભાવચારિત્રમાં બચવું છે. સ્વદયા એટલે પિતાને આત્માને પાપથી–બંધથી બચાવ.
જગતના જીવે જે વસ્તુને માનતા ન હોય તેને માટે કાંઈ કરે નહિ અભવ્ય મોક્ષ માનતું નથી.
શંકા–સ્વદયાને પર દયારૂપે પહેલું મહાવ્રત લઈ લે કે જેથી બીજાં વ્રત લેવાં પડે નહિ.
સમાધાન–સ્વદયાને વિષય મહાવ્રતને અંગે આવતે નથી. જે તે મહાવ્રતને વિષય લેવામાં આવે તે સામાન્યથી અભવ્ય મિથ્યાષ્ટિને વિરાધક માનવા પડે અને જે તેમ માનીએ તે નવ ગ્રેવેયક સુધી જાય નહિ. અભવ્યને દુઃખ દૂર કરવાના મુદ્દાએ ચારિત્ર
મેક્ષ મેળવવાવાળાથી સ્વદયા વિના પર દયામાં વધી શકાતું જ નથી. બીજાના દુઃખે હું દૂર કરીશ. બીજાને દુઃખ દેનારે ન થાઉં તે મારો આત્મા ભારે થશે નહિ અને તેથી જ મારા આત્માને લાગતાં કર્મોથી બચીશ. કર્મોને રોકું, સર્વથા તેડું ત્યારે જ મોક્ષ મળે. અભવ્ય દુઃખ ટાળવા માટે