________________
૭૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માટે એક જ કલાસ (class) રાખે છે. સમવાયાંગ માટે પણ આઠ જ વર્ષને પર્યાય કહ્યો છે. સ્થવિરે કહેવામાં આવ્યા ત્યાં ઠાકુંગ-સમવાયાંગ કહેવામાં આવ્યાં. ઠાણાંગમાં દશ સુધીનું વર્ગીકરણ, સમવાયાંગમાં વધારેનું વર્ગીકરણ. ભૂમિકા ને મહેલ ભેળાં ગણાય
ઠાણુંગનું વગીકરણ એ સમવાયાંગના અનંત સુધીના વગીકરણની ભૂમિકા. ભૂમિકા અને મહેલને ભેળા ગણે તેમાં આશ્ચર્ય નથી. વર્ગીકરણથી સ્થિર થઈ શકે. ગણધરમહારાજાએએ ત્રીજા અંગની અંદર વગીકરણ રાખ્યું.
પ્રશ્ન–પાંચમા ઠાણામાં કહે કે અધ્યયનમાં કહ-વંર મવચા guત્તા કહીને પાંચ મહાવ્રતમાં નવું શું કહ્યું? શું પાંચપણું, મહાવ્રતપણું, પન્નત્તા એ બધું નવાઈ કરે છે ?
સમાધાન–પાંચપણું એટલે બાવીસ તીર્થંકરના વારામાં ચારપણું હતું. મહાવીરમારાજના શાસનમાં પાંચપણું એ નવું. હિંસાની વિરતિ એક જ વ્રત કેમ નહિ?
એક જ વ્રત હતું-હિંસાની વિરતિ. જે આત્માની હિંસા અને પરની હિસાથી વિરમવાનું રહે તે મૃષાવાદ વગેરે એના વિષયની બહાર તે રહે નહિ. દ્રશ્યહિંસા, ભાવહિંસાથી વિરમે તે મૃષાવાદવિરમણ આદિ વ્રતે રહેતાં નથી, પેટભેદ થઈ જાય છે. આ અહિંસાના સંરક્ષણને માટે સત્ય વગેરે તેનું પાલન છે. તે વડનાં જેવાં છે. જે એક વ્રત રાખે તે બાકીનાં વ્રતની કાંઈ પણ જરૂર નથી તે વળી પાંચ કહીને શું નવાઈ કરે ? એક જ મહાવ્રત રાખ્યું હોય તે અસાધારણ રહેત. એક હેય તે અદ્વિતીય. પાંચ કર્યા તેથી અદ્વિતીયપણું ઊડી