________________
વ્યાખ્યાન ૬
આચારે અને વિચારાનુ નિયમન નથી
સૂત્રકાર શ્રીસુધર્માસ્વામીજીએ ભવ્ય જીવેાના ઉપકારને માટે સૂત્રની રચના કરતા થકા દ્વાદશાંગીની અંદર પહેલાં શ્રીઆચારાંગ અને શ્રીચગડાંગથી સાધુએના આચારે અને વિચારે ને વ્યવસ્થિત કર્યા. તે વ્યવસ્થિત કર્યા છતાં, જે હિસાબ નિશાળમાં ભણાવવામાં આવે તે હિંસામે ભણુનારા એની આખી જીંદગી ચાલતી નથી. જે રીતિએ ભણ્યા હાય તે રીતિએ ચાલે તે જીંદગી ચાલે. તેમ જે રીતિથી આચાર બતાવ્યા તે રીતિથી પ્રવૃત્તિ કરે તે આગળ વધે. તે સિવાય બીજે પ્રસંગ આચરવાના આવે નહિ તેમ કહી શકાય નહિ. વિચાર ન આવે એવું પણ કહી શકાય નહિ, જગતમાં જેટલાં વચના છે તેટલાં જ મતાંતરે છે. આથી આચારે અને વિચારેનુ નિયમન કરી શકાતું નથી.
આંપા સુધીની શિખામણ
એક વચન એક મનુષ્ય જુદા જુદા રૂપે લે અને જુદા જુદા રૂપે મન કાઢે. પન્નુસણમાં સાંભળીએ છીએ કે ઈંદ્રભૂતિને શા થઈ હતી કે જીવ નથી. તેવી જ રીતે ખીજાને પરલેફ નથી તેની શકા થઇ. ત્રીજાને ભૂત નથી એવી શકા થઇ. વચન એક પણ મિથ્યાત્વ ત્રણ. જે વચન જેટલાં મિથ્યા કહ્યાં હાત તે એક મિથ્યાત્વ થાત. વચનના જેટલા માર્ગો છે તેટલા હિસાળમાં લઇએ તે તેટલાં મિથ્યાત્વ છે. આચારનુ વ્યવસ્થિતપણુ એકલા શ્રીઆચારાંગસૂત્ર માત્રથી થઈ શકે નહિ,