________________
૫૯
પાંચમું ]
સ્થાનાંગસૂત્ર વિષય-કષાયની બુરી હાલત બતાવે તે માનવું–કબૂલવું ખરું, પણ આ તે છોડવું નથી. આ છોડયા સિવાય જે વાત કરવી હોય તે કરે. - નવ કુકડીની રમતમાંથી એક કુકડી ઉઠાવવાની નથી. મારી સંગઠી ચાલતી હશે તેમ ચાલશે. મારી સંગઠીને રેકટેક કરશે નહિ. જ્યાં સંગઠી રોકવી નથી, પાછી વાળવી નથી, તે પછી મરવાની તે વાત જ શું. સંસારચકને અંગે હાટહવેલી, મારી પાટ બાજી છે તેને રાખીને કહે તે કબૂલ. તેમ દેશવિરતિવાળા મંજુર કરે છે, માને છે, પણ માને છે આવું મારી સેગડીને ચાલતી હોય તેમ ચાલવા દે. તેને મુખ્ય વિષય આરંભ, વિષય, કષાય-એમાંથી બચે તે તમને મળે. સામાજિક વગેરે કુરસદીઓ કામે છે
કેમ આજે પોસહ નથી કર્યો? સાહેબ! આજે વખત નથી, ફુરસદ નથી. આ શબ્દ ખરેખર તમારી નાભીને. એ ઉપરથી આખું તત્વ નીકળી આવ્યું. આ કામ તે કુરસદીયું. જરૂરી નહિ.
કલેકટરને દવાનાં કામે મેજ ઉપર પડયાં છે, જ્યારે ડિસ્ટ્રિકટમાંથી રાજકાજમાંથી ફુરસદ થાય અને જેવું હોય તે જુએ. કલેકટરનું મુખ્ય કામ વસુલાત. તેવી રીતે તમે પણ એ જ કહ્યું. જો કે તમે શબ્દ તે મીઠે વાપર્યો છે કે કુરસદ નથી. આ તે મારું મેજ ઉપરનું કામ છે. સામાયિક, પૌષધ વગેરેને ફુરસદ હેય તે લેવાં, નહિ તે પડી રહે. કલેકટરને વસુલાતનાં કામે ફરજિયાત, ન્યાયનાં કામે ટેબલ ઉપર પડી રહેવાનાં. તેમ તમારે ઊંઘવાનાં, ગપ્પાં મારવાનાં કામે ફરજિયાત સામાયિક વગેરેનાં કામો ટેબલ ઉપરનાં, ફુરસદીઓ એમ ગણે છે.