________________
ઉપઘાત
છે. એના ત્રણ ઉદેસંગ છે. તેમાંના પહેલાં ઉદ્દેસંગનું પહેલું સુત્ત (સૂત્ર) એ આ વ્યાખ્યાનનું ઉદ્દભવ–સ્થાન છે. -
આ ઠાણ નામના આગમમાં પહેલા અઝયણમાં એકની સંખ્યાવાળા પદાર્થોનું, બીજામાં બેની સંખ્યાવાળાનું એમ દસમામાં દસની સંખ્યાવાળા પદાર્થોનું નિરૂપણ છે. આમ આ આગમ એક રીતે સમવાયની શિવનું મંડાણ કરે છે. આ પ્રમાણેની વગીકરણની વ્યવસ્થા બૌદ્ધોનાં અંગુત્તરનિકામાં જોવા મળે છે.
બધાં અંગોમાં ઠાણ એમાં નિરૂપાયેલી લેત્તર વિષચેની જ નહિ પણ લૌકિક બાબતેની વિવિધતાને લઈને મહત્ત્વનું સ્થાન મેળવે છે. આ ઠાણ ઉપર અભયદેવસૂરિએ સંસ્કૃતમાં વિ. સં. ૧૧૦૦માં ટીકા રચી છે. આમાં વિષયના વૈવિધ્યને લીધે એમણે પિતાને જ્ઞાનભંડાર ઠાલવવાને અમૂલ્ય સુગ સાંપડ્યો છે અને એમણે એનો લાભ લીધે છે એથી તે એમની આ ટીકા એમની અન્ય અંગાદિની ટીકાઓ કરતાં ચડિયાતી બની છે. વળી આ ટીકા એમની બીજી બધી ટીકાઓ કરતાં પહેલી રચાઈ હોય એમ લાગે છે. ' ' .' - ઠાણના પાંચમા અઝયણના પ્રથમ ઉદ્દે સગગત નિમ્ન- * લિખિત સુત્ત (સં: સૂત્ર) આ વ્યાખ્યાનો વિષય છે –
૧ આ તેમજ અન્ય ઉપલબ્ધ થતા અનુપલબ્ધ આગમોની માહિતી માટે જુઓ મારું પુસ્તક નામે આગમનું દિગ્દર્શન.
- ૨ ઠાણે ઉપર આ ટીકા રચાઈ તે પૂર્વ કેઈ જાતનું વિવરણ લખાયું હોય એમ જણાતું નથી, તેમાં અભયદેવસૂરિ જાતે કહે છે કે આ સંબંધમાં મને કોઈ પ્રાચીન સાધન મળ્યું નથી.