________________
શ્રી નેમિનાથ ચરિત્રઅને પછી અંજલી જેડી, ગૌરવથી વાંચલને ઉચા કરીને તેણે પ્રાર્થના પૂર્વક મને કહ્યું કે-“હે ભદ્ર! મારા સ્વયંવરમા તુ એ મહાપુરૂષને જરૂર લાવજે. હું ગરીબની ઉપેક્ષા કરીશ નહિ, માટે હે પ્રભે' આજે કૃણ દશમીને દિવસ છે. ત્યાર પછી શુકલપંચમીએ દિવસના પૂર્વ ભાગમાં એને સ્વસ્થવર થવાનું છે તે હે શ્વામિ ત્યા તમારે જવું જોઈએ કારણ કે તારે સંગમ એજ તેના જીવિતવ્યનું ઓષધ છે. માટે તમારે તેનાપર અનુગ્રહ કરવાની જરૂર છે. તે સાંભળીને વસુદેવ બોલ્યા- હે ચંદ્રતાપ ! પ્રભાતે વજનેની રજા મળવીને હું તે પ્રમાણે કરીશ. તુ આનંદમાં રહે મારી સાથે આવવાને તું પ્રમહવનમાં બેસજે. તારા, પ્રયત્નનું ફળ તો તે તેના સ્વયંવરમાં જઈશ.” એમ સાંભળતાં તે વિદ્યાધર અદશ્ય થઈ ગયે, અને વસુદેવ અતિ હર્ષ પામીને પલંગમાં સુઈ ગયે. હવે પ્રભાતે સ્વજનની અનુમતિ લઈ અને સ્ત્રી જનને જણાવીને તે પેઢાલપુર નગરમાં ગમે ત્યાં હરિચંદ્ર રાજાએ આવીને કુમારને લક્ષમીરભણ ઉદાનમાં ઉતારે આપે. બધી જાતના વૃક્ષાથી ભરપૂર તે ઉદ્યાનને જોઈને રષ્ટિને વિનેદ પમાડતે કુમાર ત્યાં રહ્યો. પછી કનકાવતીના પિતા હરિશ્ચંદ્ર રાજાએ વસુદેવ બહુજ આદર સત્કાર કર્યો હવે તે ઉદ્યાનમાં પૂર્વ તૈયાર કરાવેલા મોટા મહેલ અને મકાનોમા રહેતા આ પુરાતની વાર્તા વસુદેવને સાંભળવામાં આવી–પૂર્વે શ્રી નમિનાથનું સમવસરણ આ ઉદ્યાનમાં થયું હતું. તે વખતે દેવાંગનાઓ સહિત લક્ષમી ભગવતની આગળ અહીં રાસ રમી હતી, ત્યારથી આ લકશ્મીરસણ નામે ઉદ્યાન કહેવાશું.” પછી ત્યાં ચૈત્યમાં જિનપ્રતિમાઓની કુમારે દિવ્ય ઉપહારથી પૂજા કરી, અને વંદન કર્યું, એવામા લાખગમે છવજાઓથી સંયુક્ત, જાણે જંગમ મેરુપર્વત હોય, મંગલ વાજિત્રના નાદથી ગાજd, બંદિજનોના કોલાહલ સહિત એવું આકાશથી ઉતરતું એક વિમાન વસુદેવના જોવામાં આવ્યું. એટલે આકુલ થયા વિના ધેય ધરીને કુમારે આગળ રહેલા એક દેવનેં પૂછયુ-ઇદ્ર સમાન આ વિમાન કયા દેવનુ છે?” તે બોલ્યો કે –“હે મહાપુરૂષ! આ ધનદ (કુબેર) નું વિમાન છે. એની ઉપર આરૂઢ થઈને તે અત્યારે કે મોટા કારણને લીધે પૃથ્વી પર ઉતરે છે. હવે આ ચૈત્યમાં જિનપ્રતિમાઓને પૂજીને તે તરત કનકવતીને સ્વયંવર જેવાને જશે.’ તે સાભળીને વસુદેવ વિચારવા લાગ્યા કે –“અહો ! કનકવતી ધન્ય છે, કે જેના સ્વયંવરના મહ૫માં દેવા પણ આવે છે ” પછી કરે વિમાનથી ઉતરીને જિનપ્રતિમાઓની પૂજા કરી, વંદન અને સંગીત કર્યું. તે જોઈને કુમારને વિચાર થયે કે-અહે? આ દેવ મહાત્મા અને પરમ શ્રાવક છે, વળી પુણ્યના કામમાં તત્પર છે અહા! શ્રી જિનશાસન પ્રભાવનાનું પાત્ર છે. વળી હું પણ ધન્ય છું કે આ આશ્ચર્ય જેને દષ્ટિગોચર થયું.” એ રીતે કુમાર વારંવાર વિચારવા લાગ્યા. પછી ત્યા ચિત્યમાં પૂજા કરી, આનંદ પામીને ધનદ આગળ ચાલ્યા. તેવામાં દિવ્ય રૂપધારી વસુદેવ કુમારને તેણે જોયે, અને ચિંત