________________
• વસુદેવ કુમારનું વૃત્તાંત
ચપ ને હું પરણે છું, તેને એણે હરણ કરી. અને વેગવતીનું તે બધું લેકે પણ જાણે છે એ રીતે વસુદેવે સભા સમક્ષ માનસવેગને અસત્યવાહી કરાવે એટલે નીલકંઠ, સૂર્યકાદિક ખેચરે સહિત માનસ વેગ ગુસ્સે લાવીને યુદ્ધ કરવાને તૈયાર થશે. ત્યારે વેગવતીની માતા અંગારવતીએ વસુદેવને દિવ્ય ધનુષ્ય અને બે ભાથા આપ્યાં, તથા પ્રભાવતીએ તેને પ્રગતિ વિદ્યા આપી. એ રીતે વિદ્યા અને દિવ્ય અસ્ત્રોથી બલવાન થયેલ વસુદેવે તે બધા વિદ્યાથને લીલા માત્રમાં જીતી લીધા. અને માનસવેગને બાધીને સેમશ્રીની આગળ મૂકશે. પરંતુ અગારવતી સાસુના વચનથી તે મુક્ત થયે. પછી કિકર સમાન થયેલા માનસ વેગ વિગેરે બેચરની સાથે સામગ્રી સહિત વિમાનમાં બેસીને કુમાર મહાપુર નગરમાં આવ્યું. અને ત્યાં તે સામગ્રીની સાથે ભોગ વિલાસ કરવા લાગે.
એક દિવસે કપટી સૂપક અશ્વ બનીનેતે કુમારને હરી ગયે. તેને ઓળખીને કુમારે મુષ્ટિને પ્રહાર કર્યો. એટલે તેણે મૂકી દેતા કુમાર ગંગાનદીના જળમા પડશે, અને ગંગા ઉતરીને તે તાપસના આશ્રમમા ગ. ત્યા કંઠમા જેણે હાડક્ષની માળા નાખી છે એવી એક કન્યાને તેણે જોઈ, એટલે કુમારે તેનું કારણ પૂછતા તાપસ કહેવા લાગ્યા–“ આ જિતશત્રુ રાજાની પ્રયા અને જરાસંધની નંદિપેણ નામે પુત્રી છે. એને એક પરિવ્રાજકે વશ કરી. તેથી રાજાએ તેને મારી નાખ્યું. છતા પણ તેના દઢ કાર્મણને લીધે આ હજી પણ તેના હાડકા પોતાના કંઠમાં ધારણ કરે છે. પછી મત્રના બળથી વસુદેવે તેને કામણુરહિત કરી, એટલે ઉપકાર કરનાર કુમારને જિતશત્રુ રાજાએ પોતાની કામતી નામે બહેન પરણાવી. એવામાં હિંભ નામના જરાસંઘના દ્વારપાલે આવીને જિતશત્રુ રાજાને ક– “નંદણાના કમિણને દુર કરનાર એ ઉપકારીને મોકલે.” એટલે “બહ સાવું ? એમ રાજાના કહેવાથી વસુદેવ તેજ દ્વારપાલની સાથે રથમાં બેસીને રાજગૃહ નગરમાં આવ્યા. ત્યાં રાજપુરાએ તેને બાંધી લીધો, એટલે મારે બાવવાનું કારણ પૂછયું. તે બોલ્યા કે –“ અમારા સ્વામી જરાસંધને જ્ઞાનાએ એમ કહ્યા છે કે તારી નદિષણ પુત્રીને જે કામણુરહિત કરશે, તેને પુત્ર તને અવશય મારણે જ તે તુજ છે, એમ અમારા જાણવામા આવતા તને વધસ્થાને લઈ જઈએ છીએ. ” એમ કહીને એક પશુનો જેમ બાધી તેઓ કુમારને તરત વધસ્થાને લઈ ગયા, અને ત્યા કુમારને મારવાને ઘાતક લેકે સજજ થયા. એવામાં વૈતાયપર ગ ધસમૃદ્ધપુરને સ્વામી ગધારપિંગલ નામે રાજા હતો. તેણે પોતાની પ્રભાવતીને માટે વર મેળવવા વિદ્યા પાસે પ્રશ્ન કર્યો. એટલે તેણે વસુદેવનું નામ બતાવ્યું, તે સાંભળી તેને લાવવાને માટે તેણે ભગીરથી નામે ધાત્રી (ધાવમાતા) ને મોકલી, તે રાજગૃહમાં આવી, કુમારને તેમની પાસેથી