________________
૨૨૧
દ્વારકાના દહન-કૃણનું અવસાન. કરે છે, પરંતુ કુસ્વમની જેમ અપકારને કદી સંભારતા પણ નથી. અનેક પ્રકારે સત્કાર પામેલા તે પાડે કતજ્ઞ છે, તેઓ આયણ સત્કાર જરૂર કરશે. માટે બાંધવ! બીજે વિચાર ન કર.” એમ રામે કહેતાં કેશવ પાંડની પાંડુ મથુરા નગરી તરફ અગ્નિખુણે ચાલ્યું.
હવે નગરી બળતી હતી, ત્યારે રામનો પુત્ર, ચરમ શરીરી એ કજવારક ઘરપર ચડીને હાથ ઉચે કરીને બોલ્યા-અત્યારે હું શ્રી નેમિનાથને શિષ્ય છું. પૂર્વે ભગવતે મને ચરમ શરીર અને મોક્ષગામી કહેલ છે. જે જિનાજ્ઞા પ્રમાણું હોય, તે અગ્નિ મને કેમ બાળે છે?” એમ કહેતાજ જભૂકદેવે તેને ઉપાડીને પ્રભુ પાસે લઈ ગયા. તે વખતે શ્રી નેમિ પલુવા દેશમાં સમાસર્યા, ત્યા પુણ્યાત્મા મુજ્જવારકે દીક્ષા લીધી. પૂર્વ દીક્ષા ન લીધેલ એવી રામ અને કેશવાદિની સ્ત્રીઓ શ્રીનેમિને સંભારતી અનશનપૂર્વક મરણ પામી, અને સાઠ તથા બહેતર કલકેટ બળી ગયા. એ રીતે તે નગરી છ મહિના સુધી બળી અને પછી સમુદ્રે તેને પલાળી.
હવે રસ્તે ચાલતાં કેશવ અનુક્રમે હસ્તિક૫ નગરમાં આવ્યા. ત્યાં સુધાની પીડા થતાં તેણે રામને કહ્યું એટલે બલભદ્રે તેને કહ્યું- હે જાત ! તારી ખાતર ભજન લેવાને હું આ નગરમાં જાઉ છું. તું અહીં સાવધાન થઈને રહેશે. જે અહીં મને કોઈ રીતે કષ્ટ થશે, તે હું સિંહનાદ કરીશ. તે સાભળીને તું આવજે.” એમ કહીને રામ તે નગરમાં પેઠા. “આ દેવતા છે કેણુ છે” એમ આશ્ચર્યથી નગરજનોએ તેને જે. પછી- દ્વારકા અગ્નિથી બળી ગઈ, ત્યાંથી નીકળીને આ રામ અહીં આવ્યા છે. એ રીતે વિચારજન્ય વાત લોકોમાં પ્રગટ થઈ રામે પિતાની મુદ્રિકાને બદલે કોઈ પાસેથી વિવિધ પકવાન અને મધ વેચનાર પાસેથી કડા (કટક) ને બદલે મધ લીધું. તે લઈને બલભદ્ર દરવાજા પાસે આવ્યા, તેવામાં તેને જોઈને વિસ્મય પામેલા સીપાઈએ રાજા પાસે ગયા. તે નગરમાં ધૃતરાષ્ટ્રને પુત્ર, કે જેને કૃણના સેવક પાંડવોએ પૂર્વે માત્ર હણ્યા વિના મૂકેલ એ અછત નામે રાજા હતા. તે આરક્ષકાએ તેને કહ્યું- હે સ્વામિન ! તમારા નગરમાં કોઈ પુરૂષે મહા કીમતિ મુદ્રિકા અને ટક (કડું) આપીને ચેરની જેમ અત્યારે મધ ભેજન લીધું છે, સ્વરૂપમા તે રામ સમાન છે અને અત્યારે જ તે નગર બહાર નીકળે છે. તે ચાર હોય કે બલદેવ હોય, પણ હવે અમે કહેનારાને અપરાધ નથી. એમ સાંભળી પિતાના શત્રુને પક્ષપાત કરનાર તે બલભદ્રને હરાવીને તે અચ૭૪ત રાજા તત્કાલ કટકસહિત આવ્યો અને દરવાજાના બે કયાટને બંધ કરીને આગળી (અગલા) દઈ દીધી. એટલે મલદેવ પણ ભક્તપાન મૂકીને ગજસ્તંભ ઉખેડી સિંહનાદ કરીને સર્વ તે શત્રુસૈન્યને હણવા લાગે. સિંહનાદ સાંભળીને કેશવ પણ દેડ, અને પગની એડીના પ્રહારથી દરવાજાના