SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકૃષ્ણ કરેલુ રુકિમણુનું હરણ. ૧૨૯ પ્રેરણાથી રોમાંચિત થયેલ રૂકમણી તરતજ કૃષ્ણના હદયની જેમ સ્નેહ પૂર્વક રથ પર ચડી. પછી ગોવિંદ કઈક દૂર ગયા, ત્યારે પિતાને દોષ ટાળવાની ખાતર તે ધાત્રી તથા બીજી દાસીઓએ ઉચથી પિકાર કર્યો કે –“હે રૂકિમન ! હે રૂકિમન ! આ તારી રુકિમણી બહેનને ચોરની જેમ રામ સહિત કુણુ બલાત્કારથી હરી જાય છે. એવામાં રામ-કૃણે પિતાના પાંચ જન્ય અને સુષ શખ વગાડ્યા, ત્યારે સમુદ્રની જેમ રૂમિનું સમસ્ત નગર અત્યંત ક્ષોભ પામ્યું. પછી મહાભુજવાળા, મહાબલવાળા અને મહા સચવાળા એવા કિમ અને શિશુપાલ બને રામ-કણની પાછળ દેવ્યા. તે જોઈને મેળામાં બેઠેલ રુકિમણીએ ચકિત થઈને હરિને કહ્યું કે-“હે નાથ ! મારે ભાઈ કૂર અને મહા બલવાન છે, તથા શિશુપાલ પણ તેના જેજ છે, વળી બીજા પણ તેમના ઘણું સુભટે અહિં આવતા દેખાય છે. અને અહીં તમે બે એકલા છે. તેથી હું ભય પામું છું કે શી ગતિ થશે?” ત્યારે હરિ હસીને બોલ્યા- હે સુંદરી! તુ ભય ન પામ, તું ક્ષત્રિય સુતા છે. મારી આગળ આ રૂકિમ વિગેરે બિચારા શું માત્ર છે? આ મારૂ બળ જે.” એમ કહીને તેને વિશ્વાસ પમાડવા કણે અર્ધચદ્ર બાણના એક ઘાથી કમલનાલની એક પંક્તિની જેમ તાલ વૃક્ષની શ્રેણિને છેદી (વીંધી) નાખી, અને વળી વીંટીની હીરાકણીને અંગુષ અને આ ગુલિથી દબાવતાં રંધાયેલ મસુર ધાન્યના કણની જેમ લીલાથી તેને દળી નાખી. ત્યારે પિતાના પતિના તે બલથી રૂકમણીને બહુ આનંદ થશે. પછી ગાવિંદે રામને કહ્યું કે– તમે આ રુકિમણીને લઈને જાઓ, હું પાછળ આવતા રૂણિમ વિગેરેને મારતે આવીશ.” ત્યારે રામ બોલ્યા કે –“હે બ્રાત! તુ જા, હું એ બધાએને મારીશ.” તે સાંભળીને રૂકિમણી ભયભીત થતી એલી કે મારા ભાઈને બચાવજે.” ત્યારે ગોવિદની અનુમતિથી રામે તેનું વચન કબુલ રાખ્યું અને યુદ્ધ કરવાને ત્યાંજ ઊભો રહ્યો, તથા જનાર્દન (કૃષ્ણ) રુકિમણીને લઈને ચાલ્યા ગયા. હવે સંગ્રામમાં સાવધાન અને મુલાયુધને જેણે ફેકેલ છે એવા બલભદ્રે, મંથનાચલ જેમ સમુદ્રને મળે તેમ આવેલ સૈન્યને વલવી નાખ્યું. તેના મુશલ વડે વજથી જેમ પર્વત પડે તેમ હાથીઓ પૃથવી ઉપર પડવા લાગ્યા, અને રથ ઘડાના દીકરાની જેમ ભાગીને ભુકેશુકા થઈ ગયા. તે રામે શિશુપાલની સાથે કિમની સેનાને પરાભવ કર્યો, ત્યારે વીરમાની રૂકિમ બલભદ્રને કહેવા લાગ્યો કે–અરે ગોવાળ! મેં તને જે. મારી આગળ આવી જા આ હું તારા ગે-દુધના પીવાથી ચડેલ મદને ઉતારીશ.” ત્યારે રામે લીધેલ વચનને યાદ કરતાં સુશલ મૂકીને બાણથી તેના રથને ભાંગી નાંખપે, તથા બuતરને ભેદી નાખ્યું અને વેગથી ' અશ્વોને મારી નાખ્યા. પછી લગભગ મરવાની અણુ સુધી પહોચેલ રૂમિના ૧૭.
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy