________________
શ્રી કૃગુ તથા રામનું પરાક્રમ અને કસને વધ કઈ સમર્થ ન થયે તે સાંભળતાં પિતાને વર માનનાર વસુદેવના પુત્ર, મદનગાથી ઉત્પન્ન થયેલ અનાવૃષ્ટિ વેગશાળી પ્રધાન રથ પર બેઠા અને ગોકુળમાં આવતા સુંદર અને યુવાન એવા પિતાના બે બંધુ રામ અને કૃષ્ણને જોઈને તેમને રમાડતા તે એક રાત ત્યાં રહ્યો, અને સ્નેહગણી કરી. પછી પ્રભાતે રથપર ચડી, લઘુ બંધુ રામને વિસર્જન કરી તથા મથુરાને માર્ગ બતાવનાર કૃષ્ણને લઈને તે ચાલે. મોટા વૃક્ષાથી સંકીર્ણ એવા રસ્તામાં એક વટ વૃક્ષમાં તેને રથ અટકી પડે, તેને છોડાવવાને અનાધૃષ્ટિ સમર્થ ન થશે. ત્યારે પદાતિ થઈ ચાલતા નંદપુત્રે તે વૃક્ષને લીલામાત્રમા, ઉખેડીને દૂર ફેંકી દીધું. ત્યારથી તે રથમાર્ગને સુગમ કરી દીધું. અનાધૃષ્ટિ તેનું આ બળ જોઈને ખુશી થા, અને રથથી ઉતરીને તેને ભેટી પડયે વળી રથપર પિતે તેને બેસાર્યો, અનુક્રમે યમુના ઉતરી, મથુરામાં આવીને ભેગા થયેલા અનેક રાજાએથી સકર્ણ એવી તે ધનુકસભામાં તે બંને ગાયા, અને તે ધનુષ્યની પાસે જાણે અધિષ્ઠાયક દેવી હોય એવી કમલાક્ષી સત્યભામાને તેમણે જોઈ, અને સત્યભામા પણ ઈચ્છા પૂર્વક કુણને જોતા મદન બાણથી પીડિત થઈને મનથી તે વરને વરી. એવામાં અનાધૃષ્ટિ તે ધનુષ્યને ઉપડવા જતાં પણ કાદવમાં લપસી જતા પગે જેમ ઉંટ પડે, તેમ તે જમીન પર પડી ગયો. એટલે જેને હાર તુટી ગ છે, સુગટ ભાગી ગયો છે અને કુડલ જેના નીકળી ગયા છે એવા તે અનાધૃષ્ટિને જોઈને સત્યભામા જરા લજજા પામી અને બીજા રાજાઓ વિકસિત લોચને હસ્યા તેમના હાસ્યને સહન ન કરનાર કેશવે તરત તે ધનુષ્યને પુષ્પમાલાની જેમ ઉપાડયું અને લીલા મામા તેને દેરી પર ચડાવી દીધુ. તે વખતે ઇદ્ર ધનુષ્યના દંડથી જેમ વરસાદ કાલને મેઘ શોભે, તેમ કંડલની જેમ વળેલ અને પ્રબળ તેજ યુક્ત એવા તે ધનુષ્યથી કૃષ્ણ બહુજ શોભવા લાગ્યો. પછી કૃષ્ણ સહિત અનાધૃષ્ટિપિતાને ઘરે આવી, રથમાં રહેલ કેશવને દ્વારપર બેસારીને પોતે અંદર ગયે, અને પિતાને કહ્યું કે-“હે તાત! બીજા રાજાઓ જેને સ્પર્શ કરવાને અશક્ત થયા, તે શારંગ ધનુષ્યને મે એકલાએ ચડાવ્યું ' તે સાભળતાં વસુદેવ તેને જરા દબાવીને બોલ્ય–વહે અનાધૃષ્ટિ તુ એકદમ ઉતાવળથી ચાલ્યા જા જે તે ધનુષ્ય ચડાવ્યું એમ કંસના જાણવામાં આવશે, તો તે તને મારી નાખશે”તે સાંભળતા ભય પામેલ અનાધૃષ્ટિ પિતાના ઘરથી નીકળીને કૃષ્ણની સાથે તે એકદમ નંદના ગોકુલમા આવ્યું. ત્યા રામ-કૃષ્ણની રજા લઈને તે શિાપુરમા ગયે. એવામા “નંદપુત્ર ધનુષ્ય ચડાવ્યુ” એમ ચારે બાજુ વાત થવા લાગી.
હવે ધનુષ્ય ચડાવવાથી દુભાયેલ કસક્રોધથી ધમેલ અગ્નિ જેવું બની ગયે. તેણે ધનુષ્ય–ઉત્સવને અટકાવીને યુદ્ધને માટે સર્વ ભીલને આદેશ કર્યો. ત્યાં તૈયાર કરેલા માંચડા પર બેઠેલા અને જોવાની ઈચ્છાવાળા એવા રાજાઓએ