________________
શ્રી નેમિનાથ ચરિત્ર - છું. હવેથી હું તારે ધમપુત્ર છું” એ રીતે દવદંતીને પોતાનું સ્વરૂપ જણાવીને તે દેવ ગામથી આવેલા જાણે બાંધવો હોય તેમ તે તાપસને મીઠી વાણીથી કહેવા લાગ્યા–“હે તાપસે! મારા પૂર્વભવ સંબધી તે કેપના આચરણ રૂપ અપરાધને ક્ષમા કરી અને વિધાનની જેમ પ્રાપ્ત થયેલ શ્રાવકધર્મને બરાબર પાળા. એમ કહી પર્વતની ગુફામાંથી તે સર્ષના શરીરને લાવી અને નંદિવલપર તે લટકાવીને તે દેવ ફરીને તાપસીને કહેવા લાગ્ય–જે કોઈ માણસ કોપ કરે, તે કેપના ફળથી આ ભુજંગ થાય, જેમ પૂર્વે હું સ્પેર નામે શિષ્ય હતે.” એમ સાંભળીને કુલપતિ કે પ્રથમથી જ સમ્યકત્વ ધારી હતા, છતાં તે અવસરે ભાગ્યચિને વિશેષથી અતિશય શિગ્ય પામ્યું. પછી કેવલીને વાંકીને તે તાપસકુલપતિએ વ્રતની યાચના કરી, એટલે કેવલી બેલ્યા- આ મારા ગુરુ યશાસક્સર તને વ્રત આપશે? તેથી વિસ્મય પામેલ કુલપતિએ તે કેવલિમુનીને પૂછયુંહે ભગવાન ! તમે દીક્ષા કેવી રીતે લીધી ?કેવલી બેલ્યા કે–
કેશલા નગરીમાં નલરાજાને લઘુબંધુ કુબેર રાજાને હું પુત્ર છું. સગાનગરીના સ્વામી કેરી રાજાએ મમતી નામે પિતાની પુત્રી મને આપી. પિતાની આજ્ઞાથી હું તેને પરણશે અને તે નવેઢાને લઈને હું મારી નગરી તરફ પાછો ફર્યો. રસ્તે જતાં મેં અનેક શિષ્યોથી પરવારેલ આ ગુરૂને જોયા, એટલે ભક્તિથી વાંદ્યા અને કાનને સુધાસમાન દેશના સાંભળી દેશનાને અંતે મેં પૂછયું કે–“હે સ્વામિન્ ! મારું આયુષ્ય કેટલું છે?” ત્યારે તેણે ઉપયોગ દઈને પાંચ દિવસનું આયુષ્ય કહ્યું, મરણને નજીક જાણીને અત્યંત ભય પામ્યું. એટલે મને ગુરૂએ કહ્યું કે “હે વત્સ! ભય ન પામ, દીક્ષા ગ્રહણ કરી લે. એક દિવસ આરાધેલ દીક્ષા પણ સ્વર્ગ અને મોક્ષનાં સુખને આપે છે. પછી આ ગુરૂની પાસે મેં દીક્ષા લીધી, અને એની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. શુકલ ધ્યાનમાં રહેતાં ઘાતકર્મને ક્ષય થવાથી મોક્ષ સુખને આપનાર એવા કેવલજ્ઞાનને હું પામ્યો.” એમ કહી રોગનિરોધ કરતા તે સિહસવી કેવલી ભયગ્રાહી ચાર કમને ખપાવીને પરમ પદને પામ્યા. તે કેવલીના શરીરને દેવતાઓએ પવિત્ર ક્ષેત્રમાં લઈ જઈને અગ્નિસંસ્કાર કર્યો. હવે યથાર્થ નામધારી તે વિમલમતિ કલપતિએ શ્રીયશોભદ્રસૂરિની પાસે દીક્ષા લીધી, એટલેદવવંતીએ પણતત્કાલતે મહષિને કહ્યું કે–ભગવાન! મને પણ મુક્તિની માતા સમાન દીક્ષા આપે. ત્યારે યશોભદ્રસૂરિએ તેને કહ્યું કે-“હે દવદંતી ! હજી તારે નલની સાથે ભાગ ભાગવવાના બાકી છે, તેથી તું અત્યારે વ્રતને ચોગ્ય નથી.” પછી પ્રભાત થતાં ગુરૂએ પર્વત ઉપરથી ઉતરીને પોતાના ચરણકમલથી તે તાપસરને પાવન કર્યું, ત્યાં શ્રી શાંતિનાથનાચેત્યને સ્થાપીને નગરજનના હૃદયમાં તેમણે સમ્યકત્વરૂપ બીજ વાવ્યું.
હવે દવદંતી અને મલિન વસ્ત્ર ધારી, ધર્મધ્યાનમાં લીન થઈને સાધવીની