________________
શ્રી નેમિનાથ ચરિત્ર – દેવી હશે? માનુષીમાં તે આવું રૂપ અને આવી શક્તિ ન હોય.” પછી વસંત સાર્થવાહે તેને પૂછયું કે –“હે ભદ્ર! કહે કે તું આ કયા દેવને પૂજે છે?” તેણે સાથે વાહને કહ્યું- આ અરિહંત દેવ ત્રણ લોકના નાથ, પરમેશ્વર અને વાંછિતાર્થ આપનાર છે. આ દેવની આરાધના કરતા હું અહી નિર્ભય થઈને રહું છું. એના પ્રભાવથી વ્યાઘારિક મને હરક્ત કરતા નથી ' ઇત્યાદિક અરિહંતનું સ્વરૂપ બતાવીને તેણે અહિંસામૂલ જૈનધર્મ સાર્થવાહને કહી સંભળા, વસંત સાર્થવાહે તે ધર્મને સ્વીકાર કર્યો અને કહ્યું કે – ધર્મની કામધેનુ સમાન તને મેં ભાગ્ય જેને જોઈ છે. તે વખતે તાપસેએ પણ તેના વચનથી સદેહ રહિત જિન ધર્મને સ્વીકાર કર્યો, અને પિતાના તાપસધર્મની નિંદા કરી, પછી વસંત સાર્થવાહે ત્યાંજ એક નગર વસાવ્યું. અહીં પાંચસે તાપસે પ્રતિબાપ પામ્યા, તે કારણથી તે નગર તાપસર એવા નામથી સર્વત્ર પ્રસિદ્ધ થયું, વળી તે નગરમાં સ્વાર્થને જાણનાર સાર્થવાહે પિતાના ધનને કૃતાર્થક રવા શ્રી શાંતિનાથ ભગવાનનું એક ચૈત્ય કરાવ્યું. ત્યાર પછી તે સાર્થવાહ, બધા તાપસે, તથા તે નગરના બધા લોકોએ આહંત ધર્મ સાધવાને તત્પર થઈને કેટલેક કાળ નિર્ગમન કર્યો.
એક વખતે રાત્રે દવદંતીએ પર્વતના શિખર પર ઉદ્યોત જે, અને આકાશથી આવતા અને જતા સુર, અસુર અને વિદ્યાધરને તેણે જોયા. તેમના જ્ય જય શખથી જાગ્રત થયેલા સાજન અને તાપસ વિસ્મયથી જોવાની ઈચ્છાથી તે સતીને આગળ કરીને પર્વતપર ચડયા. ત્યાં સિંહ કેસરી સાધુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, તે કેવલને મહિમા દેવતાઓ કરતા હતા. પછી દ્વાદશાવર્ત વાંદણાથી તે સુનિને વંદન કરીને તેના ચરણ સમીપે સતી સહિત તે બધા બેઠા. તે વખતે તે સાધુના શુરૂ યશાભકરિ ત્યા આવ્યા અને પોતાના શિષ્યને ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન જાણુને તેમને વાંધી અને આગળ બેઠા, એટલે કણસાગર સિંહ કેસરીએ ધર્મદેશના આપી કે–“હે ભવ્ય જ ! સંસારમાં ભમતાં જી. વેને મનુષ્યભવ વધારે દુર્લભ છે, તે પામીને તેને સફળ કર. મનુષ્ય જન્મના ફલરૂપ જીવદયારૂપ જિન ધર્મ અંગીકાર કરે.” કાનને અમૃતસમાન એ રીતે ધર્મ સમજાવીને તે મહર્ષિ તાપસકુલપતિના સંશયને દૂર કરવાને બોલ્યા કે –
હે તાપસકુલપતેઆ દવદંતીએ જે તને ધર્મ કહી બતાવ્યું, તે બરાબર છે, એ મહાસતી જિનધર્મમાં રક્ત હોવાથી, અન્યથા કહેતી નથી, એણે પિતાના સતીત્વના માહાભ્યથી કુડાળું કર્યું, તેથી તમને વરસાદના જળને પરાભવ ન થા. તે કારણથી એ પર દેખાડનારી મહા પ્રભાવવાળી છે. એના સતીપણું અને શ્રાવિકાપણુને લીધે જંગલમાં પણ દેવતાઓ સદા એને સહાય કરે છે. તેથી ઉપદ્રવ એને પરાભવ કરી શકતા નથી. પૂર્વે આ સાથે વાહના સાથને