________________
કર દીએ દિલાસો પુરિજન, કરવા સહુને શાંત રાજા વીર ધીરજ ધરી, રા મન ઉપશાંત. } ૮. સંધી સમજાવતાં, દીધી છે બહુ ધીર;
પતિ તેમજ વીરનાં, ચિત્ત થયાં છે સ્થિર. ! હડતાલ પડેલી ખુલતાં, દિલગીર દૂર થાય; અંતર ગત વિચારતાંચોવિશમાં જિનરાય. ૫ ૧૦ || વર્ષ અઠયાવીશ વીતિયાં, રહ્યો બહુ સંસાર; અભિગ્રહ પણ પુરે થયો, હવે થવું તૈયાર ! ૧૧ અંતરમાં અવધારીને, આવ્યા બંધવ પાસ; અનુમતિ આપે ભ્રાતાજી, લહીશું સંયમ ખાસ. / ૧૨ ! જે પંથે જિનવર ગયા, ચક્રવતી પણ જાય; તે પંથે હું સંચરું, સંજમથી સુખ થાય. ૧૩ . સાર જગતમાં છે નહિ, દુ:ખ દરિયે સંસાર; તરી જવા ભર ઉંઘને, છું સંયમ ધરનાર. | ૧૪ સુણી વિનંતી વીરની, નંદીવર્ધન રાય, ગદ ગદ કંઠે થઈ કહે, મોહદશા મન લાય. ૧૫
ઢાળ દશમી
(રાગ- જગજીવન જળવાય .) પ્રીતિ અવિચળ ભ્રાતની, વિયોગ કેમ સુહાય લાલ વીર વચન એ આપના, સુણતાં દીલ દુહાય લાલરે.
પ્રીતિ અવિચળ બ્રાતની. એ ટેક છે ૧ માતા પિતાના વિયેગથી, ઉરે દુઃખ ઉભરાય લાલ, તેમાં દીક્ષા તમે આદરે, મુજને કોણ સહાય લાલરે.
પ્રીતિ ૨