________________
:
: :
રૂપે ગુણે શેલે ઘણું, જોતાં ઝાકઝમાળ, રજની સમયમાં, વીરને, વાંદે થઈ ઉજમાળ. ૫૩ . કર જોડી કહે વરને, ધન્ય આપનું ધ્યાન; અલ્પ સમયમાં આપને, થાશે કેવળ જ્ઞાન. ત્રિપુટીના તાપથી, તપી રહ્યા જગ જંત; તારી તીર કરશો તમે, થાતાં કેવળવંત. | ૫ | જોતાં વિસ્મય પામી, સ્વાતિદત્ત દ્રિજરાજ પૂર્ણ પ્રતાપી વીર છે, ત્રિજગના અધિરાજ. . ૬
ખ્યાતિ કરી પૂબ વીરવી, દેવ ગયા નિજ સ્થાન; શ્રદ્ધા બેઠી વિપ્રને, જાણ્યા તે ભગવાન. ૭ ત્યાર થકી મહાવીરને, પડી પડી લાગે પાય; સેવક ભાવ ચિત્તમાં ધરી, ગુણે પ્રભુના ગાય. | ૮. ભલી ભક્તિ ભગવંતની, કરતો મનવચકાય; પ્રશ્નો પૂછી વીરને, નિસંશય મન થાય. . ૯ પ્રાપ્તિ થઈ ધ બીજની, થતાં પ્રભુને સંગ; સત્ય તત્ત્વ સ્વીકારીયું, લાગ્યા ધર્મ જ રંગ. ૧૦ વર્ષાકાળ વીતી જતાં, વિરે કીધ વિહાર; - ચંપાના પાડા વિષે, હેરી કીધે આહાર. ૧૧ / દાયકને ઘરે દ્રવ્યની, વૃષ્ટિ થઈ તે વાર; વાજાં વજાડી. સુરવરે, કીધો જયજયકાર. ૧૨ પરિત કરી સંસારને, તરી જશે ભવતીર; . . તાર્યો ત્યાં દાતારને, ધન્ય શ્રી મહાવીર. ૧૩ ચંપાપુર મુકયા પછી, કરતા પ્રભુ વિહાર; પંડયા પરિસહ આકરા, સહીયા તે દુ:ખકાર. + ૧૪ |
.