________________
છમાસીને પારણે, વીર, હારવા જાય; વૃદ્ધ વયની પાલીકા, દેખી રંજન થાય. ૧૧ અહો અમારે આંગણે આવ્યા. મેટા સંત; રસદ અશન શ્રી વીરને, વહેરાવે ધરી ખંત. ૧૨ અશન ગોવાલણ હાથથી, વિરે લીધું કર પાત્ર ભાંગી ભવની ભેખડે, ફલી જન્મની જાત્ર. ૧૩ છમાસીનું પારણું, વીર ભગવંતે કીધ. કોડે સેનામહોરની, વૃષ્ટિ થઈ પ્રસિદ્ધ છે ૧૪ વાજાં વજાડી સુરવરે, કરી પુષ્પની ધાર; સ્તુતિ કરી કહે બાઈને, સફલ થયે અવતાર. છે ૧૫ ભલે જન્મ લીધે તમે, પ્રતિલાલ્યા શ્રી વીર; પહોંચ્યું તમારું નાવડુ, ભવ જલધીને તીર. તે ૧૬ ઈદ્રો છે ત્રણ લોકના, તેના પણ પુજનિક પ્રતિલાલ્યા છે તેહને, મટી મરણની બીક. ૧૭ છે ભાગ્ય વગર ભેટે નહિ, ભવતારૂ ભગવાન તે આવ્યા ઘર આંગણે, બેન બન્યાં ધનવાન છે ૧૮ પંચ દ્રવ્ય પ્રગટ કરી, કીધા બહુ ગુણ ગ્રામ; વાંદી વીરને વિધિએ, સુર ગયા નિજધામ. મે ૧૯ તનુજ તનુજા બાઈના, પુત્રવધુના વૃંદ; દ્રવ્ય દેખી આંગણે, પામ્યા બહુ આનંદ. ૨૦ પુરીજન જેવા મલ્યા, ઉચ્ચરે ઉલટલાય; દાન દેતાં એ સંતને, ભવની ભાવઠ જાય. છે ૨૧
છમાસીનું પારણું, કરી ત્યાંથી શ્રી વીર; - પુર બહાર એક સ્થાનમાં, જઈ રહ્યા છે સ્થિર. ૨૨.