________________
રજતમારક ભારત જન સેવા સંઘ-એક પિજના
૧૧. રોજગાર સહાયક સમિતિ
જૈન સમાજના કોઈ પણ બેરોજગાર ભાઈને કામ શોધી આપવા પ્રયત્ન કરવા. બની શકે તે નાના નાના ઉદ્યોગ માટે તાલીમવર્ગ ગોઠવવા અને જરૂર પડતાં નવીન કાર્યની શરૂઆત માટે લેન મેળવી આપવી. સમાજ કલ્યાણ
સમાજના ઉત્થાન માટે સમાજના કલ્યાણની સક્રિય યોજનાઓ જવી, સમાજમાં એક્ય, જાગૃતિ લાવવા પ્રયત્ન કરવા, સમાજનું પુનર્વિધાન કરવા સંશોધનપૂર્વક રચનાત્મક દૃષ્ટિએ શકય અને પથ્ય સુધારા રજૂ કરવા અને તે આવશ્યક સુધારા શહેરે શહેરના સંઘો શી રીતે પિતાના સંઘમાં દાખલ કરી શકે, તે માટે બધા શક્ય પ્રયત્નો કરવા. રસીઓને કાર્યપ્રદેશ
બહેને જાગ્રત થતી જાય છે. બહેનમાં કાર્ય કરવાની પણ ઘણી શક્તિ હોય છે, બહેનેમાં બહેને કાર્ય કરે તે બધી રીતે ઈષ્ટ છે. તે તે માટે સંવમાં બહેને કાર્ય કરે તેવી ચેજના થશે. ધર્મ અને જીવન
ધર્મ અને જીવનને આજે સંવાદિતા નથી. ધર્મ એ જ જીવન અને જીવન એજ ધર્મ એ આપણા આદર્શ આજે આપણે ભૂલ્યા છીએ. સંધ, ધર્મ, જીવન, સમાજ, રાષ્ટ્ર અને દેશ બધાને ઉપકારક હોય તે રીતે કાર્ય કરવા પ્રયત્ન કરશે. પ્રત્યેક સભ્ય સમાજના કલ્યાણને વાંછુ હશે. સંધના આદર્શમાં અટલ શ્રદ્ધા અને જીવન ધ્યેય સમાજ સેવા અને સેવા જ હશે.
આ સંઘ જેટલો વહેલો શરૂ કરી શકાય તેટલું સારું. આવા ઉપયોગી રચનાત્મક કાર્ય માટે જૈન સમાજ અત્યારે નહિ જાગે તે ક્યારે જાગશે? રચનાત્મક કાર્યમાં દટાઈ જનારા સમાજ સેકડાની જમાત ઉભી કરવા આ રોજના સમાજને ધરાય છે. સમાજના ઘડવૈયા પચીસેક માનદ સભ્યોની વર્ષમાં પંદર દિવસની સક્રિય સેવા ને માર્ગદર્શન મળવાને વિલંબ નથી. સમાજસેવાના કાર્યને જીવનકાર્ય બનાવનાર ચારિત્રશીલ અને કાર્યકુશળ સેવકા પણ તૈયાર છે. તે પછી સમાજના આર્થિક પ્રશનને ઉકેલ શું જૈન સમાજના દાનવીર નહિ કરે?
પાંચેક વર્ષમાં તે સંઘનું કામ બેલશે. પૈસા પણ કામ થશે તે મળી રહેશે. પાંચ વર્ષની જવાબદારી કોણ ઉપાડવા તૈયાર છે ?
ઘણાં કામ તમે કર્યા છે. સમાજનાં ઘણાં કામો થયા જ કરે છે. આ એક અતિ મહત્વના કાર્યક્રમને પણ સમાજે અપનાવી લેવો જોઈએ.
એ પાંચ ભાઈઓ આ જવાબદારી માટે બસ છે, અરે! એક જ ગૃહસ્થ આટલું તો સુખેથી કરી શકે.
સેવા કે ભણતર ૬ સેવા કે ભણતર?” એવા જાપ જપતા વિશાળ બુદ્ધિથી તે ભણતરને જ પ્રધાનપદ આપે છે, પણ પ્રસંગ નજીક આવે એમનું જ હૃદય એમને સેવા તરફ ખેંચી જાય છે. એ રિથતિની દયા ખાનાર ભલે દયા ખાઓ. અમને તો એમાં યુવકજીવનની ભવ્યતા અને સાર્થકતા દેખાય છે, હિનયાની મુક્તિ અને કીતિ અમને એમાં જ દેખાય છે.
- કાકા કાલેલકર