________________
. જે. વિદ્યાલય રજતમાર] ભારત જન સેવા સંક-એક યોજના
૧૧૯
આજ સુધીમાં નાના મોટા અનેક પ્રયત્ન, કાર્યપ્રચાર અને વિચાર થયા છે. ગામે ગામ અને શહેરે શહેર કોઈને કાંઈનાની મોટી સંસ્થાઓને મંડળ દ્વારા યથાશક્તિ કાર્યો થતાં જાય છે, થયાં કરશે પણ ખરા. પણ જૈન ધર્મની વિશિષ્ટતા, જૈન સાયિની વિપુલતા અને જૈન સિદ્ધતિની મહત્તા જોતાં તેમજ આજની વિસંવાદી પરિસ્થિતિ જોતાં એક કેન્દ્રમંડળ'ની અતિ આવશ્યકતા જણાય છે.
કેન્દ્રમંડળને ઉદ્દેશ સેક જીવતી અને મરતી સંસ્થાઓમાં એક નામ ઉમેરો કરવાનું નથી, , પણ આજે સમાજની પરિસ્થિતિ આવી એક સંસ્થા માગી રહી છે.
એ કેન્દ્રમંડળ શ્રી. ગોખલેજીના હિન્દસેવકસમાજ કે શ્રી. લાલાછના લેકસેવાસમાજની રચનાએ અને પદ્ધતિએ રચાય, માત્ર ચારિત્ર્યશીલ, સેવાભાવી, કાર્યદક્ષ, વિચારક અને સમાજહિતેષી આજીવન સભ્યનું એ મંડળ બને.
સમસ્ત જૈન સમાજના પ્રમને વિચાર કરી એ કાર્યદિશા નક્કી કરે, સેવકે ઇતિહાસ, સાહિત્ય, તત્વજ્ઞાન-પુરાતત્વ, સમાજશાસ્ત્ર કે પ્રકાશનકાર્યને અભ્યાસ કરતા કરતા અનેકવિધ દિશામાં સમાજની સાચી ઉન્નતિ અને કલ્યાણભાવનાથી કાર્ય, કાર્ય ને કાર્ય જ કરે
- શિક્ષણપ્રચાર, સાહિત્યપ્રકાશન, શોધખોળ, પથ્ય અને પચતા, આવશ્યક ને ઉપગી સુધારા, સંસ્થાઓનું નિરીક્ષણ વગેરે કાર્યો રચનાત્મક શૈલીએ નિષ્પક્ષ, નીડર અને શુદ્ધ દષ્ટિએ કરે.
બે કે પાંચ આજીવન સભ્યો મળે કાર્યની શરૂઆત થઈ શકે, સ્થાન પણ કેન્દ્રસ્થાન હોવું જરૂરી છે, જ્યની જનતા, યુવકલ્હદયે તેને અપનાવવા તૈયાર હેય. પ્રેસ, પત્ર, ગ્રન્થમાળા અને નિવેદન કાર્યાલય, પ્રચાર પ્રકાશન, અભ્યાસ અને શિક્ષણ કાર્યથી શરૂઆત કરીને કેન્દ્રમંડળ સમાજના હિતનાં આવી પડતાં કાર્યો ઉપાડી લે.
આ “ભારત જૈન સેવા સંધ” અમુક ગામ કે શહેર, ગુજરાત, પંજાબ, વીશા કે દશા, ગરીબ કે તવંગર, અમુક પક્ષ કે તમુક પક્ષની સેવા કે હથિઆર માટે હગ જ ન થાય. સમસ્ત જૈન સમાજની સેવા કરવાની દ્રષ્ટીએ જ રચાય.
જૈન સમાજ આજે પણ દર વર્ષે હજારો રૂપીઆ ખર્ચે છે. અનેક દાનવીરે સમાજને શાભાવી રહ્યા છે. આજે પણ અનેક ધર્મકાર્યો, શિક્ષણસંસ્થાઓ અને નાનાં મેટાં દાને થઈ રહ્યાં છે. ત્યારે આ અતિ આવશ્યક, આ સમયે જરૂરી ઉપયોગી સંસ્થા માટે શું કઈ દાનવીર નહીં મળી રહે ?
જૈન સમાજ કે દેશમાં સાચું કાર્ય પૈસા માટે અટક્યું નથી.
આ તે એક યોજનાની રૂપરેખા માત્ર છે, કદાચ અપૂર્ણ પણ હોય. પરંતુ વિદ્વાન મિત્રો અને અનુભવી સેવાની સલાહથી તેમાં યથાયોગ્ય ફેરફાર થઈ શકશે.
સમાજના યુવકહેદો અને હિતેચ્છુઓ પાસે એ રજૂ કરવાનું કર્તવ્ય હું ચૂકી શકતા નથી.
આજે તે આવી એક કેન્દ્ર સંસ્થાની, સમાજ માટે બેસી જનાર બે પાંચ આજીવન સેવકાની, રચનાત્મક કાર્ય ઝડપથી શરૂ કરી દેવાની અને સમાજને ઉન્નતિના પંથે લઈ જવાની ખાસ આવશ્યકતા જણાય છે.
સમાજને નવચેતન આપવા, સાહિત્યને પ્રચાર કરવા, તત્ત્વજ્ઞાનને ફેલા કરવા, જગતને અહિસાને સંદેશ સંભળાવવા, જૈન ધર્મને ઉવાત કરવા, સમાજની રગેરગમાં પ્રાણ પૂરવા આવી સંસ્થાની સવાર જરૂર છે.
આ સંધને ઉદેશ જૈન સમાજની જાગૃતિ અને પુનર્વિધાન રહેશે. સમાજના કાર્ય માટે નવલહિયા-સેવાભાવી ચારિત્રશીલ અને વિચારક કાર્યકર્તાઓ જ્યાં હોય ત્યાંથી નિમંત્રી તેમના દ્વારા