________________
નવાબના ઋણી છીએ. તે સરરવતીના ચિત્ર નીચે વિદ્યાલયના મકાનનું રેખાચિત્ર છે. ગ્રંથના પ્રારંભમાં ભગવાન મહાવીરની એક ભવ્ય અને સપ્રમાણ મૂર્તિનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે પણ શ્રી. જયન્તીલાલ ઝવેરીની કલમની પ્રસાદી છે. આ ઉપરાંત શ્રીમદ્ વિજયવલ્લભસૂરિને રંગીન બ્લેક અમને શ્રી જૈન આત્માનંદ સભા તરફથી મળે છે જે માટે તેમને પણ કણસ્વીકાર કરે ઘટે છે.
આ વિપુલ ગ્રંથ અનેક બંધુઓના હાદક સહકારના પરિણામે જ તૈયાર કરી શકાય. જેણે જેણે અમારા આ કાર્ય ને સફળ બનાવવામાં મદદ કરી છે તે સર્વને અમે અન્તકરણું પૂર્વક ઉપકાર માનીએ છીએ.
તા. ૨૦–૧૨–૧૯૪૧
મુંબઈ
મેતીચંદ ગિરધરલાલ કાપડીઆ
મંત્રી, રજત મહોત્સવ ગ્રંથ સમિતિ.