SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ રજત-માર] યુદ્ધ એક અચિરસ્થાયી જીવનતત્વ ઓછું શારીરિક સામર્થ્ય ધરાવે છે. પશુઓને જમીન ઉપર પોતાની જાતને ટકાવવાને ચાર પગની જરૂર પડે છે. માણસ બે પગથી જમીન ઉપર ઊભે રહેતે થયો એટલે તેના બે હાથ નવરા પડ્યા અને તેથી બીજી વસ્તુઓ પકડવા તરફ દેરાયા. પરિણામે તેણે જાત જાતના એજરોને ઉપયોગ શરૂ કર્યો અને તે રીતે માનવીના હાથ તેની ભાવી પ્રગતિ અને મહત્તાનાં પ્રતીક બન્યા. વિગ્રહ, મીલકત અને ગુલામી સાથે સાથે ચાલનારાં ત છે, કારણ કે તે ત્રણેને ઉપયોગ અન્ય માનવીના શ્રમને પિતાના કાજે લાભ ઉઠાવવામાં અથવા તે અન્ય માનવીના શ્રમફળને લૂંટી લેવામાં જ રહે છે. યુદ્ધમાં જે કઈ પ્રજા હારે તેના માથે અમુક રકમ આપવાની અથવા તે અમુક દ્રવ્યસામગ્રી પૂરી પાડવાની ફરજ પાડવામાં આવે છે તે પરાજિત શત્રુપક્ષના પ્રમફળને જ અમુક ભાગ લૂંટવા બરાબર છે. જ્યારે આપણે લડાઈનો બચાવ કરતા હોઈએ ત્યારે આપણે કબુલ કરવું જોઈએ અને જાહેર કરવું જોઈએ કે આપણે ગુલામી પ્રથાનું જ સમર્થન કરી રહ્યા છીએ. આજ કાલ એક એવે વાદ ચાલી રહ્યો છે કે આ દુનિઆની ખાઘરાકીની સામગ્રી તે પરિમિત છે અને માણસની વસ્તી વધતી જાય છે. આ કારણે માણસને જીવનકલહ દિન પ્રતિ દિન વધતા જાય છે અને તેમાં બળિયે નિર્બળને ધકકા મારીને પિતાને માર્ગ કરતે જાય છે. આ દુનિયામાં જે જાતિ જીવવાની સૌથી વધારે લાયકાત ધરાવે છે, તે જાતિ કે છે અને નિર્બળ અને અસમર્થ જાતિઓ લુપ્ત થતી જાય છે. આ વાદનો મૂળ સંચાલક પાવન છે. તેના મતે આ દુનિયામાં અવારનવાર ઉપસ્થિત થતા માનવવિગ્રહે પણ ચેતરફ વ્યાપી રહેલા જીવનકલહનું જ સ્વાભાવિક પરિણામ છે અને એ જ રીતે કુદરત નિર્બળનું ઉચ્છેદન અને સબળનું સ્થાપન કરે છે. આ આખી વિચારસરણી ભારે ભૂલભરેલી છે. જીવનકલહના ભિન્ન ભિન્ન પ્રકારોમાં યુદ્ધ અર્થ વિનાનો, બેવકુફી ભરેલે, અને સૌથી વધારે ઘાતક પ્રકાર છે. આપણી દુનિયાને કેટલી સૂર્યશક્તિ (solar energy) લભ્ય છે તેનો અડસટ્ટો કાઢતાં આધુનિક વિજ્ઞાન જણાવે છે કે આજની આખી સજીવ સૃષ્ટિ લભ્ય સુર્યશક્તિના વીશ હજારમાં ભાગને પણ ઉપયોગ કરતી નથી. આ તે આપણી તરફ રોટલાના ઢગના ઢગ પડ્યા હોય અને એક રોટલાના ટુકડા ખાતર આપણે કોઈ ભિક્ષકને મારી નાખીએ તેના જેવી જ કેાઈ વિચિત્ર ઘટના છે. માણસજાતને ખેડવાને પાર વિનાનાં ક્ષેત્રો છે અને માણસે ખરું યુદ્ધ તો કરત સાથે કરવાનું છે. બીજાં બધાં યુધ્ધ આપણો મુખ્ય ધ્યેયથી આપણને દૂર લઈ જાય છે અને દારિદ્રય અને વિનાશને નેતરે છે. જે માણસ કુદરતમાં ભરેલી અખૂટ સામગ્રીને ઉપયોગ કરવા પાછળ યુદ્ધવૃત્તિને પિષક પિતાની સર્વ શક્તિઓ ખરચે છે તે પિતે તે આ દુનિયામાં સુખપૂર્વક રહી શકે, એટલું જ નહિ પણ અન્ય કરે આદમીઓને પણ આ દુનિયામાં સુખે રહેવા જીવવાને અવકાશ મળે. યુદ્ધ-સંગ્રામ-જરૂરી છે, પણ તે માણસ માણસ વચ્ચેને નહિ. કુદરતની પાછળ પડીને તેનાં અનેકવિધ બળા અને શક્તિઓને જનતાના સુખ, સ્વાસ્ય અને કલ્યાણ વધારવા તરફ વાળવામાં રહેલે સંગ્રામ જ ખરો જરૂરી છે. આ સર્જક સંગ્રામ તે હજુ બહુ જ અલ્પાંશે લડાયો છે. આ સંગ્રામમાંથી આજ સુધી કદી કલ્પનામાં આવેલ ન હોય એવા વિજયની અને સુન્દર પરિણામની આશા રાખી શકાય છે. કુદરત સાથેના યુદ્ધમાંથી નીપજતી વેજ્ઞાનિક શોધે બે પ્રકારની હોય છે. એક વિનાશક, બીજી સર્જક. જે શોધ માણસની સંહારશકિત વધારે તે વિનાશક શેધ કહેવાય. જે શોધ વડે માણસનાં સુખ સગવડ અને સ્વાથ્ય વધે તે સર્જક શેધ કહેવાય. દાખલા તરીકે પ્રોફેસર હેબરે વિનાશક બોંબ શોધવા પાછળ જ પોતાની સર્વ જ્ઞાનશક્તિને ખર્ચ કર્યો અને એમીલ શીશર નામના રસાયણશાસ્ત્રીએ યાંત્રિક
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy