SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રજક] ભારતવર્ષના ચાર મહાપુરુષે કૃષ્ણના સંબંધમાં બ્રાહાણ શાસ્ત્રમાં લખવામાં આવેલ છે કે અસુરોનો ઉપદ્રવ દૂર કરવા દેવાની પ્રાર્થનાથી વિષ્ણુએ અવતાર લેવાને નિશ્ચય કરી યોગમાયાને બોલાવી કહ્યું કે દેવકીના ગર્ભમાં જે મારો અંશ ઉત્પન્ન થાય છે તેને ત્યાંથી હરણ કરી વસુદેવની બીજી સ્ત્રી રોહિણીના ઉદરમાં મૂક. તે બલભદ્ર નામે અવતાર લેશે. અને જ્યારે તું નંદપત્ની યશોદાને ઘરે પુત્રીરૂપે અવતાર લઈશ, ત્યારે હું દેવકીના આઠમા ગર્ભ તરીકે જન્મ લઈશ. જ્યારે તારે જન્મ થશદાને ઘેર પુત્રીરૂપ થશે ત્યારે તારું અને મારૂ પરિવર્તન થશે, હું યશેદાને ઘેર જઈશ અને તું દેવકીને ઘેર આવીશ. આ રીતે કૃષણના અધિકારમાં ગર્ભપરિવર્તન અને બાળક પરિવર્તન અને માનવામાં આવ્યાં છે. પર્વતકપન શ્રી મહાવીર સ્વામીને જન્માભિષેક કરવા જે વખતે ઈદ મહાવીર સ્વામીને મેરૂ પર્વત ઉપર લઈ ગએલ તે વખતે જળના ભરેલા મેટા કળશ જોઈ ને ઈકને શંકા થઈ છે કે આટલું બધું જળ પ્રભુ ઉપર પડશે તો તે પ્રભુ કેમ સહન કરી શકશે ? આ ઈદની શંકા ભગવાન મહાવીરે અવધિ જ્ઞાનથી જાણી પગના અંગૂઠાથી મેરૂ પર્વતને દબાવ્યો, જેથી લાખ જનને મેરૂ પર્વત કંપાયમાન થયો. - કૃષ્ણના સંબંધમાં પણ બ્રાહ્મણ પુસ્તકમાં લખવામાં આવેલ છે કે ઇદે કરેલે ઉપદ્રવ દૂર કરવા નાની ઉમ્મરમાં એક જનને મેટ ગવરધન પર્વત ટચલી આંગળી ઉપર સાત દિવસ અધર રાખ્યા હતા અને ગેપને બચાવ્યા હતા. બાળકડા ભગવાન શ્રી વર્ધમાન કુંવર (મહાવીર) સમાન વયનાં બાળકો સાથે ગામબહાર બાળકીડા કરવા ગયા છે. ત્યાં આમળકી ક્રીડા કરે છે. એવામાં એક દેવ ભયંકર સર્પનું રૂપ ધારણ કરી ઝાડના થડ સાથે વિટાઈ જાય છે. એ જોઈ જ્યારે છોકરાઓ નાસે છે, ત્યારે શ્રી વર્ધમાન તે સપને હાથથી પકડી ખેંચી કાઢી દૂર ફેંકી દે છે. છેવટ વર્ધમાનના પરાક્રમથી પ્રસન્ન થઈ દેવ વર્ધમાનનું નામ શ્રી મહાવીર પાડે છે. કૃષ્ણ જ્યારે બાળકોની સાથે રમતા હતા ત્યારે અધનામને દત્ય કૃષ્ણને બીવરાવવા એક જન જેવાં લાંબુ સપનું રૂપ કરી રસ્તામાં આવી પડે છે અને ઘણાં બાળકને ગળી જાય છે. એ જ કૃષ્ણ એ સપનું ગળું પકડી દબાવે છે એથી સર્પનું મોટું ફાટી જાય છે અને પોતે મરી જાય છે અને તેણે જે બાળકે ગળ્યાં હતાં તે સકુશળ બહાર નીકળી આવે છે. સાધક અવસ્થા એકવાર મહા તપસ્વી વર્ધમાન સ્વામી પ્યાનમાં લીન હતા ત્યારે શાળાપાણી નામના યક્ષે અનેક ઉપદ્રવ કર્યા. છેવટ સર્પનું રૂપ ધારણ કરી પ્રભુને દંશ કર્યો. પ્રભુના શરીરમાંથી ઘણું રૂધિર નીકળતું જોઈને શૂળપાણી યક્ષ શાંત થશે અને પ્રભુની ક્ષમા માંગી. કૃણના સંબંધમાં લખવામાં આવે છે કે કાળીયા નામના નાગે યમુના નદીનું પાણી ઝેરીલું બનાવ્યું, જે પાવાથી ઘણા મનુષ્ય, તિર્યંચ મરવા માંડ્યા. આ વાતની શ્રીકૃષ્ણને ખબર પડી. એથી કાળીય નાગને પકડવાને પિતે ત્યાં જઈ પ્રયત્ન કરે છે ત્યાં શ્રીકૃષ્ણને નાગ દંશ મારે છે. પરંતુ શ્રીકૃષ્ણ પિતાની ચપળતાથી તે નાગને તેબા પિકરાવે છે અને તેની ફણા ઉપર શ્રીકૃષણ નાચ કરે છે. આથી સર્પ શાંત થઈ શ્રીકૃષ્ણની આજ્ઞા લઈ સમુદ્રમાં ચાલ્યો જાય છે. એકવાર મહાતપરવી શ્રી મહાવીર એક ઝાડની નીચે ઉભા હતા. એ વખત વનમાં લાગેલે અનિ ફેલાતો ફેલાતો પ્રભુના પગ પાસે આવ્યા. પ્રભુના પ્રતાપે તે અગ્નિ સ્વર્ય શાંત થઈ ગયા.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy