________________
કર્મક્ષય અને પ્રવૃત્તિ
લેખકઃ કિશોરલાલ ઘ. મશરૂવાળા એક સજજન મિત્ર લખે છેઃ “કેટલાક સાધુએ કહે છે કે કર્મને સંપૂર્ણ ક્ષય થયા વિના મેક્ષ સંભવ નથી. અને કર્મથી નિવૃત્ત થયા વિના કર્મક્ષય સંભવ નથી. માટે નિવૃત્તિમાર્ગ જ આત્મજ્ઞાન અથવા મેક્ષનો માર્ગ છે. કેમકે, જે કાંઈ કર્મ કરવામાં આવે તેનું ફળ અવશ્ય થવાનું જ. એટલે કે, જ્યાં સુધી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહેશે ત્યાં સુધી, ભલે તે અનાસક્તિથી કરતા હોય તે, કર્મફળનાં ભારથી મુક્ત નહિ થઈ શકે. તેથી, કર્મબંધનનું આવરણ હઠવાને બદલે ઊલટું ઘાટું થશે પરિણામે, તેની સાધના ખંડિત થશે. લેકકલ્યાણની દૃષ્ટિએ ભલે અનાસક્તિવાળા કર્મવેગ ઈષ્ટ હોય. પણ તેથી આત્મજ્ઞાનની સાધના સફળ નહિ થાય. આ વિષ તમારા વિચાર જાણવા ઈચ્છું છું.”
મારા નમ્ર મત પ્રમાણે કર્મ શું, કર્મનું બંધન અને ક્ષય શું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ શું, આતમજ્ઞાન અને મેક્ષ શું, વગેરેની આપણી કલ્પનાઓ ઘણી અસ્પષ્ટ હોવાથી આ બાબતમાં આપણે ગૂંચવાઈ જઈએ છીએ, અને સાધનામાં ગોથાં ખાઈએ છીએ.
આ બાબતમાં પહેલાં એ સમજી લેવું જોઈએ કે શરીર, વાણી કે મનની ક્રિયા માત્ર એટલે કર્મ, એવો જે અર્થ લઈએ તે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી કર્મ કરવાનું સાવ છોડી દેવું શક્ય જ નથી. કથાઓમાં આવે છે તેમ કઈ મુનિ સો વર્ષ સુધી નિર્વિકલ્પ સમાધિમાં નિષ્ટ થઈને ભલે પડી રહે. પણ જે ક્ષણે તે ઊઠશે તે ક્ષણે તે કાંઈક પણ કર્મ કરવાને જ. આ ઉપરાંત, જે આપણી એવી કલ્પના હોય કે આપણું વ્યક્તિત્વ દેહથી પર જન્મજન્માંતર પામતું જીવરૂપે છે, તે તે દેહ વિના તે ક્રિયાવાન રહેશે. જે કર્મથી નિવૃત્તિ થયા વિના કર્મક્ષય થઈ શકે એમ ન હોય તે કર્મક્ષય થવાને ક્યારે ય સંભવ નથી એમ અર્થ થાય.
માટે નિવૃત્તિ અથવા નિષ્કતાને અર્થ સ્થળ નિક્રિયતા સમજવામાં ભૂલ થાય છે. નિષ્કર્માતા સૂમ વસ્તુ છે, તે આધ્યાત્મિક એટલે બૌધિક, માનસિક, નૈતિક, ભાવના (લાગણી) વિષયક અને એથી યે પર બેધાત્મક (સંવેદનાત્મક) છે. , , , ૪ ચાર જણ , , ૨, મ ચાર ભૂખ્યાઓને સરખું અન્ન આપે છે. ચારે બાહ્ય કર્મ કરે છે, અને ચારેને સરખી સ્થૂળ તૃપ્તિ થાય છે. પણ જ લાભથી આપતા હોય, પણ તિરસ્કારથી આપતિ હય, જ પુયેચ્છાથી આપતા હોય અને ર આત્મભાવથી સહજપણે આપતા હોય. તેમ જ ૫ દુઃખ માની લેતો હોય, 8 મહેરબાની માની લેતા હોય, જ ઉપકારક ભાવ લેતા હોય અને એ મિત્ર ભાવે લેતે હેય. આવા ભદેને પરિણામે અન્નવ્યય અને સુધાતૃપ્તિરૂપી બધાનું બાહ્ય ફળ સરખું હોવા છતાં કર્મનાં બંધન અને ક્ષયની દૃષ્ટિએ ઘણો ફરક પડી જાય છે. તે જ પ્રમાણે હા, ૩, ૫, ઇ પાસે ૫, ૪, ૫, ૪ અન્ન માગે, અને ચારે જણ તેમને ન જમાડે. તેમાં કર્મથી સરખી પરાવૃત્તિ છે, અને ચારેની સ્થળ ભૂખ પર સરખું પરિણામ થાય છે. છતાં, ન જમાડવાની કે ન પામવાની પાછળની બુદ્ધિ, લાગણી, નીતિ, સંવેના વગેરેના ભેદથી એ કર્મપરાવૃત્તિથી કર્મનાં બંધન અને ક્ષય સરખાં નહિ થાય.
ત્યારે, અહીં પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે પરાવૃત્તિ અને વૃત્તિ શબ્દ પણ યાદ રાખવા જેવા છે. પરાવૃત્તિ એટલે નિવૃત્તિ નહિ પણ ઘણાખરા લેક પરાકૃત્તિને જ નિવૃત્તિ માની બેસે છે. અને નિ
૨