SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મિ. કે. લાલ રજતમારી પ્રાચીન સમાજવ્યવસ્થા-એક દષ્ટિ વિવાહવિધિમાં કન્યાદાનને રિવાજ હતું, જેને અર્થ એજ થાય કે લગ્નસંબંધમાં કન્યાની સ્વયંપસંદગીને સ્થાન ન હતું. કેવળ ગાંધર્વ લગ્ન સિવાયની બાકીની સાતે વિવાહ પદ્ધતિમાં લગ્નસંબંધ જવાને ભાર વર અને કન્યાના માતાપિતાને શિર હતે. સવર્ણલગ્નથી ઉત્પન્ન થયેલી સંતતિને સમાજમાં જે સ્થાન અને દરજજો મળતાં, તે અસવર્ણલગ્નની સંતતિને મળતાં નહીં તેમજ સ્ત્રીઓને સંપત્તિ પરને અધિકાર પણ પરિમિત હતો. સામાન્ય જનસમાજમાં પડદાનો રિવાજ ન હોવાને કારણે સ્ત્રીપુરુષો સંપૂર્ણ સ્વતંત્રતાથી પરસ્પર હળીમળી શકતાં. ફક્ત રાજામહારાજાના કુટુંબમાં જ સ્ત્રીઓને કઈક અંતરાય કે બંધન જેવું રહેલું. મારા પગલા: એ ભગવાન ભાગ્યકારના સૂત્રમયોગથી સમજાય છે કે જનપદવધુઓને જે સ્વાતંત્ર્ય કે છૂટછાટ મળતાં, તેથી રણવાસની રાણુઓ વંચિત હશે. દુષ્યન્ત મહારાજની રાજસભામાં આવેલી શકુન્તલાને મહાકવિ કાલિદાસે અવગુંઠનવતી વર્ણવી છે. એના વિરોધાભાસ રૂપે વૈદિક કાળમાં, રાજસૂય યજ્ઞ ઇત્યાદિ ધર્મકાર્યોમાં રાજાની સાથે જ બેઠેલી રાણીના અનેક ઉલ્લેખ મળી આવે છે. વળી, તે સમયનાં નાટક ઉપરથી પણ એવું માનવાને કારણ મળે છે કે એમને રાજસભામાં આવતાં લેશ માત્ર સંકેચનું કારણ ન હોય. છતાં, “અવધ” અને “અન્તઃપુર’ જેવા શબ્દપ્રયોગથી એટલું તે જરૂર કહી શકાય કે તે કાળની સ્ત્રીઓ બહુધા અલગ ને સુરક્ષિત સ્થાનમાં રહેલી હશે. વિવોપાર્જન માટે પણ તે કાળે સુંદર વ્યવસ્થા હતી. શહેરમાં મેટાં વિદ્યાલય સિવાય નાનાં ગામડાંઓમાં પણ શાળાઓ, પાશાળાઓ હતી અને ત્યાગવૃત્તિવાળા, તપસ્વી બ્રાહ્મણે અધ્યાપકનું કાર્ય કરતા. રાજાઓ એમને યથાશક્તિ સહાય કરતા અને બ્રહ્મચારીઓએ માગી આણેલી ભિક્ષામાંથી એમના નિવલ થતા. ઉપનિષદકાળમાં તો એક-બે રાજાઓ પણ બ્રહ્મવિતાના સારા જાણકાર હતા અને એમની પાસે જ્ઞાનસંપાદનાર્થ સારા સારા બ્રાહ્મણોયે આવતા. એ ઉપરથી પ્રતીત થાય છે કે વિદ્યોપાર્જના વર્ણભેદને સ્થાન નહેતું ખાવાપીવાની ચીજોમાં, દરેક પ્રકારનાં મિષ્ટાન્ન, ખીર, ફળ, કંદમૂળ, શાક ઈત્યાદિને સર્વત્ર ઉલ્લેખ મળી આવે છે. પાલિસાહિત્યમાંથી ખાદ્યપદાર્થના બે પ્રકાર મળી આવે છે. ખાલ, ભેજ્ય અર્થાત પ્રવાહી અને કઠણ. જૈનગ્રંથે વળી ચાર પ્રકાર બતાવે છે. અશન, પાન, ખાદી અને રવા. સુંદર સુગંધવાળાં અરે, શરબત અને શરીરે મર્દન કરવાનાં તેલનો પણ ઉલ્લેખ મળી આવે છે, ભાણાભના હર્ષચરિતમાં તે એક સ્થળે ધમ્રપાનનો પણ ઉલ્લેખ છે. વિવિધ પ્રકારની રચના અને બાંધણી વાળાં દેવમંદિર અને ઘરેસંબંધી વાસ્તુશાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે. મહાભારતમાં જણાવ્યા પ્રમાણે પ્રત્યેક ગામ કે શહેરમાં એક સભાભવન હતું અને અતિથિઓ ત્યાં રહેતા. સુત્તનિપાતની ટીકામાં એક ભિક્ષુ વિષે “ સભીય” શબ્દ વાપરવામાં આવ્યા છે, તે ઉપરથી કલ્પનાને વેગ મળે છે કે એની માતા એવા સભાભવનમાં રહેલી હશે, ત્યારે એને જન્મ થયો હશે. વર્તમાન સમયની આપણી કલબ જેવાં એ સભાભવનમાં ભૂત અને મને રંજનના વિવિધ પ્રણે થતા પરંતુ એમાં અતિથિશાળાને પણ સમાવેશ થતે એટલી એમની વિશિષ્ટતા જ્ઞાતિ કે વર્ણભેદને લીધે આજે દેશની જે વિષમ પરિસ્થિતિ છે, તે સમ્રાટ હર્ષના શાસનકાળ (૬ ૦૬-૬૪૮)માં નહતી એમ કહીએ તે અનુચિત નથી. પરસ્પર વણતરલગ્નનાં દૃષ્ટાંતિ તે છેક દશમી સદી સુધીમાં મળી આવે છે. કપૂરમંજરીને સુપ્રસિદ્ધ કર્તા રાજશેખર પિતે બ્રાહ્મણ હોવા છતાં ચૌહાણ કુલની કન્યા સાથે એણે લગ્ન કીધું હતું. માનવ માત્રની વર્ણને નહીં પણ જાતિનો નિર્ણય એના ધંધા પર અવલંબતા અને એથી જ ધાંચી, મોચી, દરજી, સુતાર, લુહાર, કુંભાર, ચમાર ઈત્યાદિ ધંધે સૂચવતા શબ્દ અસ્તિત્વમાં આવ્યા હશે,
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy