SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ * * ** * —- ** * * * * * * * * * * * * * * * * * * અને ૧૧૫-] પચીશ વર્ષની કાર્યવાહી સક્ષિપ્ત અહેવાલ ઉત્તેજન આપનાર આ સખી ગૃહસ્થનું વેરાવળમાં જાહેર રસ્તા પર સંસ્થાના સોળમા વર્ષમાં પૂન થયું. સંસ્થાપર તેમની ભારે લાગણી હતી. સંસ્થાને તેમણે ભારે રકમથી સંસ્થાના બચપણમાં નવાજી અને એના પર પિતાના અંત સુધી સદ્ભાવ રાખે. શ્રીયુત સારાભાઈ મગનભાઈ મોદી સંસ્થાના ઈતિહાસમાં અનેખું સ્થાન ધરાવે છે. ગરીબાઈમાં જન્મી, પરાવલંબનથી કેળવણી લઇ, જાતમહેનતથી વધેલ આ કેળવાયેલા બંધુએ કેળવાએલ વર્ગ કેળવણી માટે શું કરી શકે છે તેને જવલંત દાખલે બેસાડ્યો. સંસ્થાની શરૂઆતથી એ વ્યવસ્થાપક સમિતિના સભ્ય, દેહાંત સુધી ચાલુ રહ્યા, સંસ્થાની એમણે સત્તર વર્ષ સેવા બજાવી, ભાગ્યેજ વ્ય. સ. ની. કેઈ મીટીંગમાં એ ગેરહાજર હશે. એમણે લેન ફંડમાં રૂા. ૩૧,૦૦૦ ની રકમ આપી માધ્યમિક કેળવણીની કદર કરી, ઉચ્ચ શિક્ષણ સહાય ફંડ માટે રૂ. ૩૭,૦૦૦ આપી મેટ્રીક પછીના વિદ્યાથીની સહાયે દેડ્યા અને એ બન્ને ખાતાને જવલંત ઇતિહાસ આ પરીશીના ઈતિહાસમાં અન્યત્ર રજૂ કર્યો છે. એ તે પૈસાની વાત થઈ, પણ એમને સંસ્થા ઉપરનો ભાવ, એમની પ્રત્યેક સવાલની છણાવટ કરવાની પદ્ધતિ અને એમનું સંસ્થા સાથેનું વર્તન અનુકરણીય હેઈ ખાસ નેંધ માગે છે. એમણે કેળવાએલા લેકે પિતાનું જ કામ કરે છે, ધન આપતા નથી એવું કલંક દૂર કર્યું છે અને સક્રિય કાર્યો કરી સંસ્થા સાથે પિતાનું નામ અમર કરીને જોડી ગયા છે. આ 3. નાનચંદભાઈ કસ્તુરચંદ મોદીએ સંસ્થાની શરૂઆતથી તેવીશ વર્ષ સુધી વ્ય. સ. માં બેસી સેવા બજાવી અને વિદ્યાથીનાં સ્વાચ્ય અને આરોગ્ય માટે ચિંતા કરી. તેમની સેવાની નેધ લગભગ પ્રત્યેક વાર્ષિક નિવેદનમાં લેવામાં આવી છે. સંસ્થાને આકાર આપવામાં તેમને ભાગ ને સૂને નહોતું. તેમણે સન ૧૯૩ર ફેબ્રુઆરીથી નવેંબર ૧૯૩૩ સુધી સંસ્થાના મંત્રી તરીકે પણ સેવા કરી. રેઠ હેમચંદ અમરચંદ તલચંદ આ સર્વથી જુદી કક્ષામાં આવે છે. એમણે આ સંસ્થા કરવાને ખ્યાલ જમાવ્યું, આચાર્યશ્રી સાથે ચર્ચાઓ કરી, કેળવાએલા વર્ગની જમાવટ કરી, સંસ્થા ક્યાં કરવી અને કેવી કરવી તેને માટે દીર્ધ ચિંતવન અને વિચાર વિનિમય કર્યા, પણ દુર્ભાગ્યે સંસ્થાની શરૂઆત તેઓ જોઈ શક્યા નહિ. તેઓ ગામતરે ગયા તે પહેલાં સંસ્થા કરવાને નિર્ણય થઈ ચૂક્યું હતું, તેની રૂપરેખાઓ દોરાઈ ગઈ હતી, પણ કુંભસ્થાપના તેઓ જોઈ શક્યા નહિ. છતાં સંસ્થાના આદ્યપ્રેરકેમાંના એક તરીકે તેમનું સ્થાન અવિચલા રહ્યું છે. સંસ્થા તરફની તેમની ફરજ તેમના સુપુત્રએ બજાવી છે તે નોંધવા લાયક છે. પણ સંસ્થાના ઈતિહાસમાં તેમનું સ્થાન શરૂઆતથી જ કાયમ થયેલું છે. સંસ્થાના શરૂઆતના રસ લેનાર ભાવુકેમાં શોઠ હિરાલાલ બકેરદાસ ઉરચ સ્થાન ભોગવતા હતા. એમણે સંસ્થાના મકાન ફંડ અને અન્ય સહાયમાં લગભગ રૂા. ૧૭,૦૦૦) આપ્યા. સંસ્થાના મકાન ઉદ્દધાટન વખતે હર્ષાતિરેકમાં ૧૦૩ ડીગ્રી તાવ છતાં હાજરી આપી (તા. ૨-૧૦-૧૯૨૫) અને મકાનને અગે અસાધારણ અનુમોદના કરી. એમને એજ વર્ષમાં બે માસ પછી આ વદ ૭ (સં. ૧૯૮૧) ને જ સ્વર્ગવાસ થયે. સંસ્થાની તરફ એમને રાગ અસાધારણ હતું અને ભક્તિ પ્રચૂર હતી. આવા તે કેટકેટલાં નામે લઈએ. શેઠનત્તમદાસ ભાણજી કાપડીઆને સંસ્થા તરફને
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy