SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯ળાજા તેઓએ પણ કરારપત્ર કરી આપવાનું નથી, એટલે કે આ બન્નેએ પૈસા પાછા આપવા કે નહીં તે તેમની મુનસફી ઉ૫ર રહેશે.” ફેડને લાભ પહેલા ત્રણ વર્ષમાં વાર્ષિક રૂા. ૧૫૭ લગભગ લેવા. ત્યાર પછીના આઠ વર્ષમાં વાર્ષિક સરેરાશ રૂા. ૪૫૦૦) લગભગ લેવા અને ત્યાર પછી ફંડ ઓછું થવાના કારણે છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક સરેરાશ રૂ. ર૭૦૦ લાભ આપી શકાય છે. દર વર્ષે યાજની આવક કેટલી થઈ, લેન રિફંડ કેટલું આવ્યું, કેટલા વિદ્યાથીઓએ કેટલી લોન લીધી અને ખર્ચ કેટલું થયું તે બધા વિગતવાર આંકડા પરિશિષ્ટમાં આપ્યા છે. પચીશમા વર્ષની આખરે ફંડમાં પુરાંત રૂા. ૨૯૫૫–૦-૬ છે. લેન રિફંડ છેલ્લા પાંચ વર્ષથી લગભગ રૂા. ૧૪૦૦ આવે છે. હાલ આ ફંડને મુખ્ય આધાર લોન રિફંડજ છે. કેળવણપ્રિય, સમાજની ઉન્નતિની ધગશ ધરાવનાર ગૃહસ્થ આ ફંડની કાર્યવાહી ઉપર વિચાર કરશે તે તેમને પોતાની સુકમાઈને ઉપગ આ પ્રકારના દાનમાં કરવા જરૂર પ્રેરણા થશે. ગરીબ સ્થિતિમાંથી આગળ વધેલા શ્રીયુત સારાભાઈ મેદીએ ગરીબ વર્ગની ખરી મુસીબત જાણી, એમણે ઉદાર દીલથી સારી રકમ કાઢી આપી આ ખાતાને વહીવટ દીપાવ્યું અને સમિતિના સહકારથી ખાતાની ઉપર જાતે દેખરેખ રાખી. નાની સહાયથી આ ખાતાએ બહુ સુંદર પરિણામ નીપજાવ્યું છે. આ ખાતાનું તળિયું આવી ગયું છે એટલે એને અપનાવવાની જરૂર છે. શિક વાડીલાલ સારાભાઈ વિદ્યાર્થીગૃહ, સંરથાના અગિયારમા વર્ષમાં શેઠ મનસુખલાલ છગનલાલે વ્યવસ્થાપક સમિતિના સભ્ય સાથે વાટાઘાટ કરી શરત પર લંબાણ ચર્ચા કરી નીચેની શરતેાએ શેઠ વાડીલાલ સારાભાઈ પાસેથી સંસ્થાને એક લાખ રૂપીઆ અપાવ્યા. આ ડેનેશનને વ્યવસ્થાપક સમિતિએ સ્વીકાર કર્યો ત્યારે સંસ્થાની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કડી હતી તે અન્યત્ર જણાવ્યું છે. મુખ્ય શરતેને સાર નીચે મુજબ છે – ૧. શેઠ વાડીલાલ સારાભાઈને પેટન ગણવા. ૨. તેમનું બસ્ટ સંસ્થાને ખરચે મૂકવું. ૩. વિદ્યાથીંગ્રહ સાથે તેમનું નામ જોડવું. ૪. ગૃહ સંબંધી પત્રવ્યવહારમાં સદર નામ મૂકવું. ૫. વ્યવસ્થાપક સમિતિમાં પિતે તથા ત્રણ સભ્ય બેસે. ૬. ટ્રસ્ટી તરીકે તેમનું નામ દાખલ કરવું. ૭. સંસ્થામાં તેમના નામે બે વિદ્યાથીઓ રહે તેમની પાસેથી બોંડ કરાવી લેવું નહિ એટલે તેમની પાસેથી કાંઈપણ રકમ લેવી નહીં. ૮. અમદાવાદના વિશા ઓશવાલની અરજીને અમુક રીતે અગ્ર હક આપ. ઉયરની શરત મુજબ વ્યવસ્થાપક સમિતિમાં નીચેના ચાર સભ્ય દાખલ કરવામાં આસ્થા,
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy