SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સંવત ૧૯૭૨-૯ રહ્યો અને તેથી અંદરને ખર્ચ સરેરાશ ઘટ્યું છે. એ ખર્ચને સરવાળે વિદ્યાર્થી સંખ્યાના વધારાથી વધે છે. આ પ્રમાણે આવક અને ખર્ચની વિગતે આપની સમક્ષ ઈતિહાસ રૂપે રજૂ કરી છે. આપને એના પરિશિષ્ટમાંથી ઘણું જાણવા તારવવા જેવું મળશે. એમાંથી વિચારવા લાયક અનેક બાબતે મળશે. આપ તે વિચારશે. સંસ્થાને આખે ઝેક આ આવકખરચના આંકડા પર છે, એમાં ખોટ આવે તે શું પરિણામ આવે તે આપ સમજે છે. આપ એ સંબંધમાં યોગ્ય કરશો એટલું જણાવી આ આવક ખરચને પચીશ વર્ષને ઈતિહાસ અત્ર પૂર્ણ કરતાં આપને તેને લગતાં પરિશિષ્ટો પર ધ્યાન આપવા વિજ્ઞપ્તિ કરવામાં આવે છે. સમારંભે સંસ્થાને અંગે ઘણા સમારંભે થાય છે. દર વર્ષે અનેક મેળાવડા, ભાષણે, ચર્ચાઓ, બહારના વિદ્વાનેના રસપ્રદ વિવેચને, વિદ્યાથીવર્ગના યુનિયનના સંવાદ, ચર્ચાઓ, ભાષણે, વકતૃત્વની હરીફાઈના મેળાવડાએ વિગેરે તે ખૂબ થયાં છે અને તે પ્રત્યેકનું વર્ણન ઘણું લખાણું થઈ જાય અને કેટલાકની તે નેંધ પણ જળવાણું નથી. પણ એ સર્વમાંથી બહુ જ આકર્ષક છાપ પાડનાર અને જનતામાં સન્માન પામેલ મેળાવડાના કેટલાક પ્રસંગેની અત્રે યાદ તાછ કરીએ. તા. ૧૮--૧૯૫ સંસ્થાની શરૂઆત કરવાને-ઉદ્દઘાટનને મેળાવડે. સ્થળ તારાબાગ, લવલેન, ભાયખાળા. પ્રમુખ સર વસનજી ત્રીકમજી. તદ્દન સાદે પણ ચિત્તાકર્ષક મેળાવડે. જમીન પર જાજમની બેઠક. સર વસનજી ત્રિકમજીના હૃદદગાર. ઓ. પુનશી મેશરીની ભવ્ય વિચારસરણી અને શ્રીયુત મેહનલાલ દ. દેસાઈનાં કાવ્યગુંજને. આશ પૂરે શ્રી મહાવીર સ્વામીને બિભાસ. એ આશા કેટલી પૂરાણી તે આ ઈતિહાસ બતાવી રહેલ છે અને પછી “ઉપકારી મહાવીર અમારા ઉપકારી મહાવીર' ની રમઝટ. તુજ ગુણનામ હૃદયમાં ધરીશું, રાખીશું તુજ નામ; વિજય વાવટે જગ ફરકાવી, રચીશું વિદ્યા-ધામ અમારા ઉપકારી મહાવીર સ્વાદુવાદ નયતત્વ પ્રમાણે, તુજ ફિલસુફી મહાન, શીખી પઢાવી સંત જનનાં, ગાશું મંગળગાન. અમારા ઉ૫કારી મહાવીર એ વખતે કરેલા અનેક મને કેટલા સિદ્ધ થયા છે તે વિચારવાનું કે તે પર ફેંસલે આપવાનું કામ જનતાનું છે. પણ તે વખતે કેવાં સ્વપ્નાં સેવ્યાં હતાં તેને ખ્યાલ તે જરૂર કરવા જેવું છે. ત્યાર પછી તે પચીશ પચીસ વર્ષનાં વહાણાં વાયાં! નજર સન્મુખ આખી ફીલમ ચાલી જાય છે. પણ તારાબાગમાં જે ભાત પાડી તે તે સદૈવ જીવતી જાગતી રહી છે.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy