________________
૩૦.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય [સંવત ૧૯૭૨- પુના, કાંચી અને બનારસમાં દરેક વર્ષે એન્જનિયરીંગ લાઈનમાં કેટલા વિદ્યાર્થી રહા, કેટલા ઈજનેર થયા અને પરિણામ કેવાં આવ્યાં તેની વિગત પરિશિષ્ટપરથી જોવામાં આવશે.
એ ઉપરાંત ખેતીવાડી (એગ્રિકલ્ચર) કેલેજ પણ પુનામાંજ છે. તેમાં પણ વિદ્યાર્થીને એકલી તેમને ખેતીવાડીના ગ્રેજ્યુએટ (બી. એ.) બનાવ્યા છે. તેની વિગત સદર પરિશિષ્ટની નીચે આપવામાં આવી છે.
અને ઘોડાના ડેક્લેર (વેટરનરી) સર્જનની લાઈનમાં પણ આપણે એક વિદ્યાથીને મેક છે. તેણે પણ ડીગ્રી મેળવી છે અને હાલ તે સારા સ્થાન પર માનવંત હેલો ધરાવે છે.
હજુ વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી પિસ્ટગ્રેજ્યુએટના અભ્યાસ માટે બેંગલોર મોકલવાની જરૂર છે. ફંડની છૂટ પ્રમાણે આ કાર્ય ભવિષ્યમાં હાથ ધરવા ગ્ય છે. પચીશ વર્ષમાં એ બાબતમાં કાંઈ થયું નથી એટલુંજ જણાવવું અત્ર તે પ્રસ્તુત છે.
વિદ્યાર્થીઓનું સંસ્થામાં વર્તન આ સંબંધમાં પચીશ વર્ષને મુખ્તસર હેવાલ આપ મુશ્કેલ છે. સમુચ્ચયે કેટલીક હકીકત કહી શકાય તેમ છે. સંસ્થાની શરૂઆતમાં શ્રી. છેટાલાલ શ્રોફ સુપરિન્ટેન્ડેન્ટ હતા. એનું શિસ્ત ઘણું સખ્ત હતું અને એણે જે ધારણ માનદ મંત્રીના સહકારથી નક્કી કર્યા તે છેડા ફેરફાર સાથે ચાલુ રહ્યા છે. અકદરે સંસ્થામાં શિસ્ત ઠીક જળવાયું છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. શિસ્તની હકીકત પર વિચાર કરતાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણું સંસ્થા મહાવિગ્રહ દરમ્યાન સને ૧૯૧૫ માં શરૂ થઈ શિસ્તસંબંધી વિચારમાં લડાઈ પછી ઘણે ભેટે ફેરફાર થયે છે. સત્યાગ્રહની ચળવળે એના સંબંધમાં એક પ્રકારની છાપ બેસાડી છે, તે રશિયાના સામ્યવાદી સાહિત્ય એના પ્રવાહ પર જુદા પ્રકારની છાપ પાડી છે. સ્થિતિ એવી થઈ છે કે ઓગણીશમી સદીના ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધમાં કે કેલેજના અધ્યાપક અને અધ્યેતૃ વચ્ચેના સંબંધમાં કે વિદ્યાર્થી જીવનમાં રહેતા અભ્યાસીઓ અને તેના પર દેખરેખ રાખનાર સુપરિન્ટેન્ડેન્ટના સંબંધમાં મહાન પરિવર્તન થઈ ગયું છે. એ પરિવર્તન ઠીક થયું છે કે એના પરિણામ સારાં આવશે કે વિપરીત એને નિર્ણય કરવા માટે હજુ થે સમય જશે. અત્યારે સ્વાતંત્ર્યના ખ્યાલ જુદા પ્રકારના છે, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમૂહહિત વચ્ચેના સંબંધના ખ્યાલમાં અવ્યવસ્થા થતી દેખાય છે અને વિદ્યાથીવર્ગને માનસિક ઝેક જેમ બને તેમ નિયંત્રણાથી દૂર રહેવું અને મનની મોજ પ્રમાણે વર્તવું એમાં જાણે પોતાનું હિત હોય એવું વાતાવરણ થઈ રહ્યું છે અને થતું જાય છે.
આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પિતાના સ્વાતંત્ર્યને વધે ન આવ જોઈએ એ ધારણમાં દરેક વિદ્યાથી એ રીતે વર્તે તે આખા સમૂહની શી દશા થાય તેને ખ્યાલ કરવામાં આવતું નથી. મોટી સંસ્થાઓમાં આવી અનવસ્થા કે અવ્યવસ્થા નભે નહિ. દરેક વિદ્યાથી પિતાની મરજીમાં આવે તે વખતે જમવાને આગ્રહ રાખે તે રસોડું કેટલા કલાક ચલાવવું પડે, રયાની શી સ્થિતિ થાય અને બીજા ટંકની રસોઈની ગોઠવણ કરવા પહેલાં એને જરા, આરામ ન મળે તે એનું કામ અટકી જાય એને ખ્યાલ કરવામાં આવે તે અમુક સમયે જ