________________
સને ૧૯૧૫-૪૦]
પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
૧૯
જોવામાં નહિ આવે, તેનું કારણ એ છે કે શરૂઆતમાં સંસ્થા પાસે ટૂ હતા નહિ, અને ટ્રસ્ટ વગર ટ્રસ્ટ વિદ્યાર્થી હાય નહિ. એ ટૂટે જેમ જેમ મળતા ગયા, તેમ તેમ ટ્રસ્ટ વિદ્યાર્થી થતા ગયા એ ટ્રસ્ટના ઇતિહાસથી જોવામાં આવશે. દશમા વર્ષ (૧૯૨૪-૨૫) માં સંસ્થામાં રહી અભ્યાસ કરનારની સંખ્યા ૪૮ ની ઉપરના પત્રકમાં જોવામાં આવશે. તેમાં ૩૭ લેાન (તે વખતે તેને ફ્રી વિદ્યાર્થી કહેતા હતા) અને ૧૧ પેઈંગ હતા. એ આંકડા ઉપરથી જણાય છે કે વિદ્યાર્થી સંખ્યામાં વધારે દશમા વર્ષ પછી મક્કમ થતા ગયા છે. સંસ્થાના ધારાધારણમાં શરૂઆતથી એક નિયમ રાખવામાં આવ્યે છે કે ‘વ્યવસ્થાપક સમિતિ પેઇંગ વિદ્યાર્થીની સંખ્યા એવી રીતે મુકરર કરશે કે તે વધારેમાં વધારે લેન વિદ્યાર્થીઓ કરતાં એક તૃતીયાંશ ભાગથી વધારે નહિ હાય.’ આના અર્થ એ થયા કે ત્રણ લેાન વિદ્યાર્થી સંરથામાં દાખલ કરવામાં આવે ત્યારે એક પેઈંગ વિદ્યાર્થી રાખી શકાય.
આ પ્રમાણુ બહુ વિચાર કરીને શરૂઆતથી જ સ્વીકારવામાં આવ્યું છે. સંસ્થાના ચોથા વર્ષમાં આ પ્રમાણુ પર અપવાદ કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની ખાખત જનરલ સભામાં વિચાર માટે રજૂ કરવામાં આવી હતી. કારણ કે તે વખતે પેઇંગ વિદ્યાર્થીઓ સંસ્થામાં મેટી સંખ્યામાં આવવા ઈચ્છા ધરાવતા હતા અને દર વર્ષે ઉપરનું પ્રમાણ જાળવવામાં ભારે મુશ્કેલી પડતી હતી. અરજીએ પસાર કરવામાં આવે અને વિદ્યાર્થી મુંબઈ આવે નહિ, મુંબઇ આવે અને તેને કાલેજમાં દાખલ કરે નહિ, એડમીશન મળે નહિ, હવાની પ્રતિકૂળતા કે શારીરિક અસ્વસ્થતાથી મુંબઈ આવી પાંચ સાત દિવસમાં પાછા ચાલ્યા જાય—આવા અનેક કારણથી ત્રણ લેાન વિદ્યાર્થીએ એક પેઇંગ વિદ્યાર્થી રાખવાનું બનતું નહેતું અથવા અણધારી રીતે એ ઠરાવના અમલ થઈ શકતા નહાતા,
મુંબઈના લાલમાગમાં સંઘની મેાટી મેદની જામી હતી. તે વખતે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના ઉપર જણાવેલા પ્રમાણામાં ફેરફાર કરવાની સત્તા વ્યવસ્થાપક સમિતિને આપવાની જરૂરીઆત પર મંત્રીએ વિવેચન કર્યું, યુનિવર્સિટીની પરીક્ષાનાં પિરણામેાની તારીખે અને દાખલ કરવાની તારીખમાં રહેતું બહુજ થાડુ અંતર અને અરજી પસાર થયેલા વિદ્યાર્થીને કોલેજમાં દાખલ ન કરવામાં આવે વિગેરે અનેક અગવડાને કારણે પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં ફેરફાર કરવાની વ્યવસ્થાપક સમિતિને સત્તા આપવાનાં અનેક કારણા મંત્રીએ રજૂ કર્યા, તે પર કેટલાંક વિવેચના થયાં અને દરખાસ્ત પસાર થવાની લગભગ આણી ઉપર હતી.
તે વખતે શેઠ મેાતીલાલ મુળજી ખડા થઇ ગયા. તેમણે ખરેખર ભાષણ કર્યું. તેમના કહેવાના સાર એ હતા કે આપણે આ વિદ્યાલય ખાસ મધ્યમ વર્ગ અને ગરીબ સાધર્મી ભાઇએના હિત માટે કાર્વ્યુ છે, ધનવાન પેઇંગ વિદ્યાર્થી તે ગમે ત્યાં સગવડ કરી લઈ ભણશે, પણ ખૂબ વિચાર કરી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણનું જે ધારણ આપણે સ્વીકાર્યું છે તેમાં જરા પણ ફેરફાર કરવાની જરૂર નથી. એમણે પોતાની દલીલના ટેકામાં કેટલાક દાખલાઓ આપ્યા અને સર્વના આશ્ચર્ય વચ્ચે વ્યવસ્થાપક સમિતિએ ભલામણ કરેલી અને મંત્રીએ રજૂ કરેલી પેઇંગ અને લેાન વિદ્યાર્થીના પ્રમાણમાં અપવાદ કરવાની વ્યવસ્થાપક સમિતિને છૂટ