________________
અને ૧૯૧૫-૪૦ ] પચીશ વર્ષની કાર્યવાહીના સંક્ષિપ્ત અહેવાલ
૧૭
આ તેરમા વર્ષના ઠરાવ પછી વિદ્યાર્થીઓની કાલેજ ફી ઘણી વધતી ચાલી, મેડિકલ લાઇનમાં દરવર્ષે ત્રણ ટર્મ ( સત્ર) થયાં અને ખાતે મંડાતી અથવા રાકડ લેવાતી રકમ કરતાં ઘણા વધારે ખર્ચ થવા માંડયે એટલે સંસ્થાના સોળમા વર્ષ (૧૯૩૦-૩૧) માં આ આખા ધારણમાં મોટા ફેરફાર કર્યાં. વિદ્યાર્થીના ચાર પ્રકાર પાડવામાં આવ્યાઃ લાન, હાક પેઇંગ, પેઇંગ અને ટ્રસ્ટ સર્વ વિદ્યાર્થીઆને લેાજન, ઉપસ્કર, (ક્રનીચર,) દિવાબત્તી, રહેવા તથા સુવા માટે બિછાનાં વિગેર સંસ્થા તરફથી એકસરખાં પૂરા પાડવાના ઠરાવ ચાલુ રહ્યો. તદ્દન નખળી સ્થિતિવાળા વિદ્યાર્થીને લેાન વિદ્યાર્થી તરીકે દાખલ કરવાના ઠરાવ થયા. સંસ્થાના ધારાધેારણમાંથી ‘ફ્રી’ શબ્દ રદ કરવામાં આવ્યા. કારણ કે દલીલ એમ થઇ કે આગળ જતાં જ્યારે ધીરવામાં આવતી રકમ પાછી લેવાની છે તેા પછી વિદ્યાર્થીના મગજ પર ફ્રી એવા શબ્દના આો પણ શા માટે આવવા દેવા જોઇએ. આ માનસિક વિદ્યાના પ્રશ્ન હેાઈ તે પર ખૂબ ચર્ચા થઈ અને અંતે ફ્રી’ શબ્દ મૂકી દેવામાં આવ્યા અને બંધારણ તથા ધારાધેારણમાં એને બદલે · લેાન ' શબ્દ વાપરવાના ઠરાવ થયે.
'
<
જે વિદ્યાર્થીની મધ્યમ સ્થિતિ હાય તેને હાફ પેર્ટીંગ ' તરીકે દાખલ કરવા, તેને નામે લેાન તરીકે અરધી રકમ ઉધારવી અને અરધી તેની પાસેથી રોકડી લેવી,
લેાન વિદ્યાર્થીઓએ કરારનામું કરી આપવાની વાર્ષિક રકમ નીચે પ્રમાણે મુકરર કરવામાં આવી.
આર્ટસ
વી. જે. ટી વેટરનરી
સાયન્સ
સને ૧૯૩૦-૩૧ ના સેાળમા વર્ષમાં પેઇંગ વિદ્યાર્થીના બે પ્રકાર બંધારણમાં દાખલ કર્યા: પેઇંગ–એ. અને પેઈંગ-ખી. પેઈંગ-એ વિદ્યાર્થીએ ઉપર પ્રમાણેની રકમ આખી રોકડી આપવી અને તેમને લેાન વિદ્યાર્થી પેઠે સર્વ સગવડ સંસ્થા તરફથી મળે. પેઇંગ—ખી. વિદ્યાર્થીને ભેજન, ઉપસ્કર અને દિવાબત્તી તથા રહેવા બદલ દરવર્ષ રૂા. ૨૦૦) આપવાના અને કૉલેજ ફી, પુસ્તક ખર્ચ, પરીક્ષા ફ્રી અને સ્ટેશનરીના સર્વ ખર્ચ તે પોતાના પદરથી કરે એવી ગોઠવણુ કરવામાં આવી.
એલ. સી. પી. એસ. રૂા. ४०० રૂા. ૩૬૦ કામર્સ રૂા. ૪૫૦ એમ. ખી. બી. એસ. રૂા. ૪૮૦
આ ઉપરાંત ત્યાં સુધીમાં ટ્રસ્ટ વિદ્યાર્થીઓના વર્ગ થયા હતા. તેમને સર્વ સામાન્ય અને વિશેષ સગવડ આપવાના ઠરાવ થયા, માત્ર તેમની પાસે પાછી વાળવાની રકમ માટેનું કરારનામું કરાવવું કે નહિ અને કરાવવું તે કેટલી રકમનું કરાવવું તેને આધાર પ્રત્યેક ટ્રસ્ટની શતા પર રાખવાનું ઠરાવવામાં આવ્યું. અને સંસ્થામાં રહી કોલેજમાં ન જતાં વિશિષ્ટ અભ્યાસ કરનારને રૂા. ૨૦૦ રીકડા અથવા આખી કે અરધી રકમનું કરારનામું કરવાના ઠરાવ થયા.
આ રીતે સંસ્થામાં રહેવાના ખર્ચ રૂા. ૨૦૦૭ વાર્ષિક ઠરાવવામાં આવ્યે. એમાં ભાડું, લેાજન, વહીવટી ખર્ચ, ધાર્મિક શિક્ષણ આદિ સર્વ ખાખતાના સમાવેશ થઈ જાય છે તે પર ધ્યાન ખેંચવામાં આવે છે. મુંબઈની કોઈ પણ હેાસ્ટેલમાં રહેવા જાય તેા ભાડાના વાર્ષિક રૂા. ૭ર અને ભેજનના દશ માસના રૂા. ૨૫૦-૩૦૦ થાય છે તેની સાથે આ ખર્ચ સરખાવવા યેાગ્ય છે,
૩