SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ રજતમાર] આપણી–અજોડ સંસ્થા ૨૨૩ કાર્યવાહીમાં ઓતપ્રેત થાય તે કાર્યવાહકના અભિલાષ અધુરા રહેવા ન પામે. સ્થાપક સૂરિજીનું ધ્યેય પણ સિદ્ધ થાય. સંસ્થામાં અભ્યાસ કરતા વિવાથીબંધુઓમાં ત્રુટિઓ છે અને ભણુને વ્યવસાયમાં પડેલા ભાઈઓની ઉપેક્ષા છે એ ધ્યાન બાહર નથી જ. તેમસ્થાપનકાળના મૂળ સુત્રા સામે સમિતિના ખૂણેથી વારંવાર ઊઠત વાળ પણ ધ્યાન બાહર નથી જ. એ સાંભળીને સંસ્થાના પિષક ને વાહક વર્ગમાં કેટલું દુઃખ જન્મે છે એ કથવાનો આ સમયન ગણાય. હની આ પળે એટલે ઈશારો કરીએ કે બંધારણ અને શિસ્તપાલન એ અતિ મહત્વની વસ્તુઓ છે. પ્રમાણિકતા ને સભ્યતા એના પાલનમાં છે. એ વેળા ઇરાદાપૂર્વક ખલન કરવું કે દંભનું સેવન કરવું એ ઈષ્ટ ન લેખાય. જે કાર્યો દ્વારા સરથાની અપકીર્તિ થાય કે સમાજનું વાતાવરણ ડહોળાય, તે કરવાનો આગ્રહ રાખવો એ શેભારૂપ ન જ લેખાય. સુવુ કિ બહુના? જૈન સમાજમાં પૈસાની ઉણપ છે એમ કહેવું એ સાચી સ્થિતિને અપલાપ કરવા જેવું છે. શ્રીમંત ધન ખરચતાં જ નથી એ કથન તે પ્રત્યક્ષ વાતને વિરોધ કરવા રૂપ છે. ટૂંકમાં કહીએ તે જૈન સમાજમાં ધનિક છે અને ધન ખરચાય છે પણ સારું. તે પછી વિદ્યાલય જેવી સંસ્થાની ટેલ અણપૂરી શાથી રહે? કાં તે એમાં આકર્ષણની ઉણપ કે દાતાસમીપ પહોંચવાની અશકિત જ સંભવે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ખરચાતી પ્રત્યેક પાઈએ જૈન ધર્મ અને જૈન સમાજના ગૌરવની વૃદ્ધિ માટે જ છે એટલું પુરવાર કરી આપીએ એટલે આપણને પ્રશ્ન ઉકલી જાય. આમ જનસમૂહના અંતર સંસ્થા પ્રતિ વળ્યા કે સંગીનતાના શ્રીગણેશ મંડાયા સમજવા. દાતા સમીપ પહેંચવામાં ક્ષોભ કે સંસ્થા માટે જોળી ફેરવનાર તે બડભાગી ગણાય છે. સંચાલકોએ અને વિદ્યાર્થીવર્ગ આમ જનસમૂહમાં વધુને વધુ પ્રમાણમાં ઓતપ્રોત થવાની જરૂર છે. એ માટે વિચારપૂર્વક પ્રસંગો જવા ઘટે છે. એવા ટાણે સંસ્થામાં વિકસી રહેલી નવનવી કાર્યવાહીઓને ખ્યાલ આપી શકાય છે. શિક્ષણ દ્વારા બદલાએલા જીવનરાહનાં દર્શન કરાવી શકાય છે. એ દિશામાં પ્રયાણ કરવાની તક હાથ ધરવામાં આવશે અને ચીવટાઈથી એને વળગી રહેવાશે તો વિજય અચૂક છે. “અરવિંકુનિવરેન રમશઃ પૂરે ઘરે' એ તે અનુભવપૂર્ણ વચન છે. એને સધિયારે લઈ મહારાષ્ટ્રવાસીઓએ કેડ બાંધી–મામૂલી શાળામાંથી સંખ્યાબંધ નમૂનેદાર સંસ્થાઓ ઉભી કરી છે. જૈન સમાજનાં સંસ્કાર પ્રતિ મીટ માંડતાં એટલી હદે કમર કસવાપણું નથી જ. સામાન્ય રીતે પ્રયાસ કરવા માત્રથી જ ફળ બેસવા માંડે છે. ફકત જરૂર છે સાચી દિશામાં પ્રયત્નની અને અગત્ય છે માન્યતાના વિચિત્ર વમળમાંથી સંસ્થાને અલિપ્ત રાખવાની. નામને કામ ઉજવળ છે તે ભવિષ્ય ઉજવળ હોય એમાં શી નવાઈ! યે હે વિધાલયને.
SR No.011563
Book TitleMahavira Jain Vidyalaya Rajat Jayanti Mahotsava
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1940
Total Pages326
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy