________________
[જ. હૈ, વિદ્યાલય રજત-માર] સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
૧૪૭
અમરચંદ્ર સૂરિ જેવા પ્રકાંડ પંડિતાને વસ્તુપાલ અને વીસળદેવે બહુમાનપુરઃસર આમંત્ર્યા હતા. આ બધા વિદ્યાના બે વિદ્વત્તાપ્રચુર ગ્રંથા લખી ગુજરાતને અપ્રતીમ ગૌરવ ખસ્યું છે. તેવા સમર્થ વિદ્વાને પૈકી, કવિરાજ અમરચંદ્ર સૂરિના સામાન્ય પરિચય આપની સમક્ષ રજુ કરવાના અહીં વિચાર છે. જીવનચર્યા
આ મહાપુરુષની જીવનકથા વ્યવસ્થિત રીતે, તેમના જન્મકાળથી કાલધર્મ કરી ગયા ત્યાં સુધીની, સીલસીલાબંધ કાઈ ગ્રંથમાંથી મળતી નથી. પરંતુ કેટલાક પ્રબંધાત્મક ગ્રંથા, અને અંતર પુસ્તકામાંથી તેમના જીવન માટે થોડી ઘણી વિગતો પ્રાપ્ત થાય છે. આવા ગ્રંથામાં પ્રબંધકોશ, પ્રબંધચિંતામણિ વિવેકવિલાસ, ઉપદેશ તરંગિણી વ. મુખ્ય છે. આ સિવાય રંભામંજરીનાટિકા, હમ્મીરમહાકાવ્ય અને તેમના રચેલા ગ્રંથાની પ્રશસ્તિઓમાંથી પણ કેટલીક વિગતા મળે છે.
અણુહીલપુર પાટણથી ઉત્તરે, આઠ ગાઉ દૂર વાડ નામક ( ગામ ) મહાસ્થાન આવેલું છે. આ ગામ મધ્યકાળમાં મોટું શહેર હતું. ત્યાં બ્રાહ્મણ અને જૈતાની સારી એવી વસ્તી હતી, એમ પદ્માનંદપ્રશસ્તિમાં કરેલ વર્ણન ઉપરથી જણાય છે. આજે તે તે એક નાનું, ઠાકરડાની મુખ્ય વસ્તીવાળું ગામડું છે. પૂર્વકાળમાં તે મોટું શહેર હશે, એમ તેની પરિસ્થિતિ ઉપરથી દેખાય છે. ત્યાં જૈનમંદિશ હતાં, અને જૈનેાની વસ્તી પ્રાચીનકાળમાં ખૂબ હતી. આ મહાસ્થાનમાં જીવદેવ સૂરિ નામક આચાર્ય હતા, જે પરકાયા પ્રવેશ જેવી યૌગિક વિદ્યાના પારંગત હતા. અર્થાત્ યાગમાર્ગમાં તે પ્રવૃત્ત હતા. તેમના શિષ્ય જિનદત્ત સૂરિ થયા, જે વિદ્વાન હતા, તેટલું જ નહીં પણ ધર્મશાસ્ત્રના સારા વિચારક હતા. તેમણે અનેક ગ્રંથા લખ્યા છે. આ જ મહર્ષિ આપણા ચરિત્રનાયક અમરચંદ્ર સૂરિના ગુરુ હતા.
અમરચંદ્રના પૂર્વાશ્રમની હકીકત હજી સુધી મળી નથી, તેમ જ તેમણે કેટલી ઉમરે દીક્ષા બારણુ કરી તે પણ જાણુવામાં આવ્યું નથી. ફક્ત એટલું જ માલમ પડે છે કે, જિનદત્ત સૂરિ તેમના ગુરુ હતા, એટલે તેમને જિનદત્ત સૂરિ પાસેથી દીક્ષાગ્રહણ કરી હશે એમ સમજાય છે. પણ જીવનને ઉચ્ચમાર્ગે લઈ જવાના પ્રયત્નામાં, તેમને કવિવર અરિસિંહની સારી એવી મદદ હશે એમ લાગે છે. સારસ્વત મંત્ર અમરચંદ્ર અરિસિંહ પાસેથી લીધા હતા, અને કાષ્ઠાગારિક પદ્મ મંત્રોના વિશાળ મહાલયમાં, એકવીસ દિવસસુધી તેમને તે મંત્રનું પુરશ્ચરણ કરી મંત્રને સિદ્ધ કર્યાં હતા, ચતુર્વિંશશિત પ્રબંધમાં તે માટે જણાવ્યું છે કે, પુરશ્ચરણોંગહામકાર્યના અંતે ભગવતી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યા “ હું શિવનિર્મલ ’ત્યારથી અમરચંદ્રના હૃદયમાં અદ્દભુત શક્તિના સંચાર થયા, અને ધીમેધીમે તેમણે વિદ્વાનને પણ મુગ્ધ બનાવે તેવા, કાવ્ય, છંદ, અલંકાર અને કથાસાહિત્યના અભિનવ ગ્રંથા લખી, પોતાની વિદ્વત્તાને નસમાજના ઉપયોગ માટે વહેતી કરી.
,
તેમણે પાતાની વિદ્વત્તાને એક જ સંપ્રદાય પુરતી અનામત નહીં રાખતાં, સર્વે કાઈ ને ઉપયુક્ત થાય તેવા વિવિધ વિષયેાના ગહન ગ્રંથા લખી, પેાતાના જ્ઞાનના લાભ દરેક માટે ખુલ્લા રાખ્યા હતા.
१ श्रीमद्वायरनाम्नि सारसुकृतश्रीधान्नि पुण्ये महास्थाने मानिनि दानमानसरसाः श्री वापरीया द्वीजाः ॥ सोमलीमसमुत्थभूमनिवहेमालिन्य मालम्बया मासुर्या वणिजो जिनार्चनघनोपभूमोत्करैः ॥ १ ॥ पचानंदमहाकाव्य, सर्ग १९.
२ श्री विवेकविलासाचैर्यत्प्रचेः सहस्रशः ॥ इतमोहतमोकारि करैरिन रवेर्जगत् ॥ २७ ॥
पद्मानंदमहाकाव्य, सर्ग १९.