________________
મિ. કે. વિધાલય રજવરમાર*]
આપણાં ગુરુકુળ
૧૨૩
આવતાં એમની વિદ્યા દીપી ઊઠતી. સંસારમાં કઈપણ જાતના પ્રસંગોને પહોંચી વળવા તેઓ સમર્થ બનતા. અને ધનવાન માણસના પુત્રને પણ કોઈપણ જાતનું કામ કરવામાં નાનમ ન લાગતી. આપણું આશ્રમના અભ્યાસને આ મોટામાં મેટા લાભ હતા. તેઓ ભણતા અને સાથે ગણતા પણ ખરા. આશ્રમો પણ થાડામાં થોડા ખર્ચે વધારેમાં વધારે વિદ્યા આપી શકતા. આથી જ અભ્યાસનાં સાધન ઓછાં હોવા છતાં પણ આપણા દેશમાં આવા પ્રખર વિદ્વાન થઈ ગયા છે, કે જેમના ગ્રંથ વાંચી આજે પણ આખી દુનિયા આશ્ચર્ય પામે છે.
આપણા દેશમાં જે કેળવણીને પ્રચાર કરવો હોય તે આવી જાતની પ્રથા સમય પ્રમાણે ફેરફારે કરીને વળી પાછી આપણે દાખલ કરવી જોઈએ. માત્ર એકરાઓને રહેવા ખાવાની સગવડ આપીએ અને ભણવા માટે તેમને બીજે મેકલીએ, તે તેથી ઘણે ખરો વખત તે છોકરાઓ આપણું સારી અસર તળેથી દૂર રહે અને જે જાતના સંસ્કાર આપણે પાડવા માગતા હોઈએ તે જાતના સંસ્કાર આપણે બરબર પાડી શકીએ નહિ. વળી છોકરાઓ લાંબો વખત આશ્રમની બહાર રહેતા હોવાથી આપણે શારીરિક શ્રમની તાલીમ પણ બરાબર ન આપી શકીએ. અને તેથી આપણે આ મુદ્દો માર્યો જાય.
આ દૃષ્ટિએ બનારસ યુનિવર્સિટી બહુ સારું કામ કરી રહી છે. પંડિત માલવીયાએ ખૂબ શ્રમ ઉઠાવીને પણ એ ભેગે કરે છે. અને હાલના જમાનાને અનુરૂપ બધી જાતની કેળવણી ત્યાં આપવામાં આવે છે. દરેક કામના માણસ માટે આવી જુદી યુનિવર્સિટી સ્થાપવા જઈએ તે તે ખર્ચ ઘણે થાય, અને આપણે જે સંધામાં ઘી કેળવણી આપવી છે તે મુદ્દો સરે નહિ. એટલે આવી એકાદ યુનિવર્સિટી જ રાખી હોય અને ત્યાં જ બાળકને પહેલેથી જ આપણી જૂની પદ્ધતિ દયાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવે તે જ આપણું કામ સહેલું બને, દેશમાં કેળવણીને પ્રચાર થાય. આપણા બાળકોને જ્ઞાન આવે, ડહાપણ મળે, તેઓ આદર્શ શહેરી બને, કુટુંબ નિર્વાહ કરી શકે અને દેશને પણ આબાદ બનાવી શકે. એટલે આવી વાતની કઈ યોજના થાય તેમાં જ આપણા દેશનું ભલું મને તે દેખાય છે.
આપણે અને સામાજિક આદર્શ, વિદ્યા અને કળાનો આદર્શ શુદ્ધ હતા, આપણી કેળવણી જીવન વ્યાપી હતી. પણ આજે તેનું નવું સંરકરણ કર્યું જ છુટકો.
કેવળ ઉપનિષદ જ વાંચવા બેસીએ, તોયે તે વખતની કેળવણીને આબેહુબ ચિતાર નજર આગળ ઉભા કરવા જેટલો મસાલો એમાં છે. મહાભારતમાં તે ડગલેને પગલે કેળવણી અને એનાં પરિણામનું વાતાવરણ જોઈ શકીએ છીએ. સુથાર, લહાર, સોની, ચલ, રથપતિ વગેરે વણનના જે કંઈ રંધે મળે છેએમાં પણ કેળવણીનું વાતાવરણ જોવામાં આવે છે. ચાણકયનું અર્થશાસ્ત્ર, શુધનીતિ, કામંદકી નીતિસાર એવા એવા ગ્રંથ પસ્થી પણ આપણે તે વખતની કેળવણી વિશે ઘણી માહિતી મેળવી શકીએ છીએ. આપણું રમતિએ તે આખા સમાજને મેળવવા માટે જ રચાયેલી અને લખાયેલી છે. અને સંન્યાસની દીક્ષા સરકૃતિની સચ્ચકોટિ મેળવવા માટે કલ્પલી છે. પતંજલિના ગદશનમાંથી પણ આપણે આપણું કેળવણીનું શાસ્ત્ર તારવી કાઢી શકીએ.
હાલનું કેળવણીનું શાસ્ત્ર પૂરેપૂરુ તપાસ્યા પછી જે ફરીવાર આપણે આપણું જૂનું સાહિત્ય અને જૂને જીવનક્રમ તપાસીએ તે આપણે એ પ્રાચીન કેળવણીમાંથી આપણું જાતિને અનુકૂળ, આપણા આદર્શને વિક એવી ભવિષ્યની શિક્ષણ પદ્ધતિ અને શિકણકમ પડી શકીએ એમ છીએ. – કાકા કાલેલકર –