________________
ક
શ્રી લઘુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત. આવે ઈત્યાદિ, એ પ્રમાણે એકેક નામની બહુલતા, ત્રિપ્રત્યવતાર પદ્ધતિ [તથા પ્રાય: આભરણાદિ પ્રશસ્ત નામે પણ] સૂરવરાભાસ દ્વીપ વા સમુદ્રસુધી છે, અર્થાત છેડે સૂરદ્વીપ, સૂરસમુદ્ર, સૂરવરદ્વીપ, સુરવર સમુદ્ર, સુરવરાભાસ દ્વીપ, સુરવરાવભાસ સમુદ્ર.
એ કહેલી વ્યવસ્થામાં વિશેષતા છે શ્રી જીવસમાસ વૃત્તિમાં કહ્યું છે કે–રૂચકદીપ સુધીના જે દી અને સમુદ્રો કહ્યા છે તે તો તેવાજ અનુકમથી છે, પરંતુ ત્યારબાદ રૂચકદ્વીપથી અસંખ્ય દ્વીપસમુદ્રા વ્યતીત થયા બાદ ભુજગદ્વીપ આવે છે, ત્યારબાદ અસંખ્યાત દ્વીપસમુદ્ર વ્યતીત થયે કુશદ્વીપ આવે છે, પુન: અસંખ્ય દ્વીપ સમુદ્ર વ્યતીત થયે કાંચદ્વીપ આવે છે, એ પ્રમાણે અસંખ્ય અસંખ્ય દ્વીપસમુદ્રોને આંતરે આંતરે બામર વધે ઈત્યાદિ ગાથામાં કહ્યા પ્રમાણે દરેક પ્રશસ્ત વસ્તુના નામવાળો એકેક દ્વીપસમુદ્ર આવે છે, તે યાવત્ સ્વયંભૂરમણ દ્વીપસમુદ્ર સુધી તે પ્રમાણે જાણવું.
wજે “ આભરણ વત્થગંધ ” એ નામવાળા એકેક દ્વીપસમુદ્ર અસંખ્ય અસંખ્યને અંતરે છે તે આંતરામાં રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્ર ક્યા નામવાળા છે?
ઉત્તર:–આંતરામાં રહેલા અસંખ્ય દ્વીપસમુદ્રો શંખ ધ્વજ સ્વસ્તિક શ્રીવત્સ ઈત્યાદિ લોકમાં પ્રવર્તતા શુભ નામવાળા છે, સિદ્ધાંતમાં કહ્યું છે કે, जावइया लोए सुभा नामा सुभा रूवा सुभा गंधा सुभा रसा सुभा फासा एवढ्याणं दीवસમુદ્દા નામવેબ્લેëિ ઘન અર્થાત્ શંખધ્વજ આદિ જે શુભ નામે લેકમાં પ્રવર્તે છે, તેમજ તેમાં પ્રવર્તતાં શુભ રૂપ ગંધ રસ અને સ્પર્શનાં નામે તે નામવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. [એ પ્રમાણે શ્રી જીવસમાસની વૃત્તિમાં કહ્યું છે. ]
એ કહેલા જીવસમાસના વક્તવ્યમાં ત્રિપ્રત્યવતાર સ્પષ્ટ કહ્યો નથી, તેમજ રૂચક આદિ પ્રસિધ્ધ નામવાળા દ્વીપને રૂચકવર ઈત્યાદિ શબ્દથી “વર” શબ્દ સહિત કહેલ છે, માટે જે વિપ્રત્યવતાર ઈષ્ટ હોય તો રૂચક આદિ ત્રિપ્રત્યવતારી નામને વર શબ્દ સહિત કેવી રીતે કહેવાય? તેમજ “આભરણવત્થ” ઈત્યાદિ નામને પૂર્વે સૂરવરાવભાસ સુધી કહ્યાં અને અહિં સ્વયંભૂરમણ સુધી કહ્યાં તેથી પણ ત્રિપ્રત્યવતાર ઈષ્ટ નથી એમ સમજાય છે, ઈત્યાદિ વિશેષતા જાણવી.