________________
દ્વીપસમુદ્રના નામે.
સંસ્કૃત અનુવાદ. प्रथमो जंबूद्वीपो द्वितीयो धातकीखंडश्च पुष्करस्तृतीयः। વાળવાઈ, લીવર પં | ૬ | घृतवरद्वीपः षष्ठः, ईक्षुरसः सप्तमश्चाष्टमः। नंदीश्वरश्वारुणो, नवम इत्यादयोऽसंख्येयाः ॥ ७ ॥
થ–પહેલે જંબુદ્વીપ, બીજો ધાતકીખંડ. ત્રીજે પુષ્કરદ્વીપ વારૂણીવર દ્વીપ, પાંચમે ક્ષીરવર દ્વીપ, કે ૬ લે છઠ્ઠો વૃતવર દ્વીપ, સાતમે ઈસુ રસ દ્વીપ, આઠમે નંદીશ્વર દ્વીપ અને નવમે અરૂણદ્વીપ ઈત્યાદિ અસંખ્યાતા દ્વીપ છે ! છ છે [એ કેવળ દ્વીપોનાંજ નામ કહ્યાં છે. ]
વિસ્તા–દ્વિીપના એ નામે ગુણવાચક છે, પરંતુ સંજ્ઞામાત્ર નથી, કારણકે જંબુદ્વિીપમાં એના અધિપતિ અનાદતદેવને નિવાસ કરવા ગ્ય શાશ્વત જબૂવૃક્ષ નામનું મહાવૃક્ષ છે કે જેનું સ્વરૂપ આગળ કહેવામાં આવશે, તેવી રીતે ધાતકીખંડમાં એ ખંડના અધિપતિ દેવનું ધાતકી નામનું શાશ્વત મહાવૃક્ષ છે, પુષ્કરદ્વીપમાં તેવા પ્રકારનાં વિશિષ્ટ પુર એટલે કમળ ઘણાં છે માટે પુષ્કર નામ છે. ચોથા વારૂણીવર દ્વીપની વાવડીઓ વિગેરે જળાશયોમાં [વાળ=મદિરા વ=ઉત્તમ એટલે] ઉત્તમ મદિરા સરખું જળ હોવાથી વારૂણુંવર દ્વીપ નામ છે. ક્ષીરવર દ્વીપની વાવડીઓ વિગેરેમાં ઉત્તમ ક્ષીર દુગ્ધ સરખું જળ છે, વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી સરખા આસ્વાદયુકત જળવાળી વાવડિઓ છે, ઈશ્કરસ દ્વીપની વાવડીઓ ઈશ્નરસશેરડીના રસ સરખી છે, તથા નંદી=વૃદ્ધિ સમૃદ્ધિ વડે ઈશ્વર=દેદીપ્યમાન (કુરાયમાન) હેવાથી આઠમ નંદીશ્વર દ્વીપ છે, અને અરૂણકરક્ત કમેળાની વિશેષતાદિ કારણથી અરૂણદ્વીપ નામ છે, એ પ્રમાણે સર્વે દ્વીપસમુદ્રો ગુણવાચક નામવાળા છે.
વળી અહિં નવમા દીપ સુધીનાંજ નામ દર્શાવ્યાં, પરંતુ શાસ્ત્રમાં એથી આગળ ૧૦ મો અરૂણવરદીપ, ૧૧ મે અરૂણવરાભાસ ઈત્યાદિ રીતે આગળ કહેવાતી ત્રિપ્રત્યવતારની પદ્ધતિએ પુનઃ અરૂણપપાત દિપ, કુંડલદ્વીપ, શંખ
૧ એ અપપાત નામ શ્રી ઠાણાંગજીના ત્રીજા સ્થાનની વૃત્તિમાં કહ્યા પ્રમાણે છે, અન્યથા એ નામ વિના ત્રિપ્રત્યવતાથી ૧૨ મે કુલદીપ છે, અને ત્રિપ્રત્યવતારની અપેક્ષા વિના અને અરણોપાત સહિત ગણતાં ૧૧ મે કુંડલીપ છે. એ પ્રમાણે આગળના દીપિ પણુ ત્રિપ્રત્યવતાર વિના અને ત્રિપ્રત્યવતાર સહિત ગણતાં ભિન્ન ભિન્ન અંકવાળા થાય છે..