________________
શ્રી લઘુક્ષેત્ર સમાસ વિસ્તરાથ સહિત એક વાર ૩૯રપમ કહેવાય. એ કૂવાને ખાલી થતાં સંખ્યાતા સમય લાગે, અને આંખના એક પલકારામાં તે એવા અસંખ્ય કૂવા ખાલી થઈ જાય તેથી બાદર ઉદ્ધાર પલ્યોપમ કાળ તો આંખના પલકારાથી પણ અસંખ્યાતમાં ભાગ જેટલે છે, વળી આગળ કરાતા સૂમખડાની અપેક્ષાએ આ રમખડો અસંખ્યાતગુણા મોટા હોવાથી આ પલ્યોપમને બાદર ગણવામાં આવે છે. તેમજ આગળ ગણાતા બીજા બે બાદરપલ્યોપમમાં પણ આ ઉપર કહેલી સંખ્યાવાળા બાદર રેમખંડજ ગણવાના છે.
| ૨ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે બાદર ઉદ્ધારપાપમમાં જેવા રમખંડ ભર્યા હતા તેજ રેમખંડમાંના દરેકના અસંખ્યાત અસંખ્યાત ખંડ કરીએ, અને તેવા અસંખ્યાતા ખડાથી એજ ઘનવૃત્ત કૂવાને અતિ ખીચોખીચ ભરીએ તે એવી રીતે કે-અગ્નિથી બળે નહિં, વાયુથી ઉડે નહિં, જળસંચાર થાય નહિં, અને ચક્રવર્તિનું સૈન્ય ઉપર થઈને ચાલ્યું જાય તે પણ લેશમાત્ર દબાય નહિ; એવી રીતે ભરેલા એ અસંખ્યાત રમખડેમાંથી એકેક રમખંડને એકેક સમયે કાઢતાં એટલે કાળ લાગે તેટલા કાળનું નામ સૂકમ ૩૨૫ચોપમ છે. એમાં અસંખ્યાતા ખડે હોવાથી કૂ ખાલી કરતાં–થતાં અસંખ્યાત સમય લાગે છે, અને તે કાળ સંખ્યાતા ક્રોડ વર્ષ જેટલો છે.
એજ સૂક્ષ્મ ઉદ્ધારપાપમના સમયથી દ્વીપસમુદ્રોનું સંખ્યા પ્રમાણ દશાવ્યું છે, જેથી એવા ૨૫ કડાકેડી (૨૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦) પલ્યોપમના જેટલા સમયે છે, તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે. અથવા પૂર્વે કરેલા અસંખ્ય અસંખ્ય મખંડવાળા પચીસ કેડાછેડી કૂવામાં જેટલા અસંખ્યાતા રેમખંડ સમાય તેટલા સર્વ દ્વીપસમુદ્રો છે, અહિં દ્વીપ અને સમુદ્રની ભેગી સંખ્યા એટલી ગણવી, પરન્તુ જૂદી જૂદી સંખ્યા ન ગણવી. એ પ્રમાણે સર્વ દ્વીપસમુદ્રોની સંખ્યા જાણવી.
૧ પૂર્વાચાર્યો એ બંને બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેવડ કહે છે, અને સામે સાધારણ વનસ્પતિના શરીરથી અસંખ્યાતગુણ મેટે કહ્યો છે.
૨ એ વક્તવ્ય સર્વભેદમાં સાધારણ જાણવું, કારણકે ભરવાની પદ્ધતિથી એ રીતે જ ભરાય, તે પણ સ્કૂલ દ્રષ્ટિજીવને ભરવાની મહત્તા નજરમાં સાક્ષાત્ આવે તેથી એ પ્રમાણે કથન કરવું વિશેષ ઉચિત છે.