SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મદ્રહ વિગેરે દ્રહો, શાશ્વત જિનાલયે, ભદ્રશાલવન-નંદનવન–પાંડકવન ઈત્યાદિ વને, દ્વીપસમુદ્રને વીંટાઈને રહેલી જગતીઓ, ભરત-ઐરવત-મહાવિદેહ-દેવકુરૂઉત્તરકુરૂ-પ્રમુખક્ષેત્ર, પાતાળ કળશાઓ, જંબૂવૃક્ષ, કૃષ્ણરાજી, સિદ્ધશિલા ઈત્યાદિ લોકવત્તિ શાશ્વત ( અશાશ્વત ) પદાર્થોની લંબાઇ-પહોળાઈ–ઉંચાઈ–ઉંડાઈ-ક્ષેત્રફળ-ઘનફળ-બાણ છવા-ધનઃપૃષ્ઠ-પરિધિ-વ્યાસ વિગેરે વિષયનું સવિસ્તર વર્ણન એ ગણિતાગના વિષય છે. આ અનુયોગ અભ્યાસકોને પ્રાય: નીરસ લાગે છે, પરંતુ અંકગણિત, બીજગણિત, ભૂમિતિના વિષયમાં નિષ્ણાત થયેલા વિદ્વાનોને ઘણે જ રમુજી થઈ પડે છે. સૂર્યપ્રાપ્તિ-ચંદ્રપ્રજ્ઞપ્તિ-લોકપ્રકાશ વિગેરે ગ્રન્થ ગણિતાનુયેગના વિષયથી ભરપૂર છે. આ લઘુક્ષેત્રસમાસગ્રન્થમાં પણ એ જ ગણિતાનુયેગના વિષયનું પ્રાધાન્ય છે. ૩ ચરણકરણાનગ–આ અનુયોગ પણ ખાસ મહત્વ છે. ચરણ સિત્તરિ-કરણસિત્તરિ પ્રમુખ આચારપ્રદર્શક શ્રી આચારાંગ ચરકરણનું પ્રમુખ આગમ તેમજ પંચાશક-શ્રાવિધિપ્રમુખ મહાગ્રન્થમાં - યોગ. રહેલા વિષયનો આ અનુયોગમાં સમાવેશ છે. ચારિત્રગુણની સ્થિરતામાં આ અનુયે ખાસ સાધનભૂત છે. કિયાલાપમાં મગ્ન રહેનારાઓને જેમ આ અનુયેગની અતી ઉપયોગિતા છે તે પ્રમાણે જ્ઞાનીઆને પણ આ અનુયેગનું આલંબન લેવાની ખાસ આવશ્યક્તા છે. “જ્ઞાન ૐ વિપત્તિઃ' એ સૈદ્ધાનિક માન્યતા આ અનુયાગની આરાધનામાં જ સફલતા પામે છે. કિયાના આળસુ, જ્ઞાન જ્ઞાનને જ પોપટીઓ પાઠ પઢનારાઓ કેટલાક અનભિજ્ઞો આ ચરણકરણના વિષયને ગેણ કરી “જ્ઞાનથી જ મુક્તિ છે, મુહપત્તિ ચરલ ફેરવવાથી મુક્તિ નથી.” એવી પિતાની બ્રાન્ત માન્યતાઓ મુગ્ધજનતા પાસે પ્રગટ કરવા પૂર્વક કુયુક્તિઓ દ્વારા ક્રિયાને અ૫લાપ કરવા તૈયાર થાય છે, પરંતુ શરીરમાં ઉત્પન્ન થયેલ વ્યાધિને દૂર કરવામાં સમર્થ વૈદ્યની યોગ્ય ઓષધિ સંબંધી શ્રદ્ધાન તેમજ જ્ઞાન થવા સાથે ઉદરમાં નાંખવાનો ઉદ્યમ કિયા સેવાય તેહિજ દુઃસાધ્ય વ્યાધિ પણ દૂર થવા સાથે શરીર સ્વસ્થ બને છે, એ જેમ અનુભવસિદ્ધ છે તે પ્રમાણે જ ભાવરોગને દૂર કરનાર શ્રીસંયમમાર્ગ સંબંધી શ્રદ્ધાન તથા જ્ઞાન થવા સાથે દેશસંયમ કિંવા સર્વસંયમ ગ્રહણ કરી ચરણ-કરણ ક્રિયાકાંડમાં આત્માને તન્મય બનાવાય ત્યારે જ ભાવરોગથી રહિત થવા સાથે અવિચલ અનંત આત્મિક સુખની પ્રાપ્તિ થઈ શકે. એ કારણથી આ ચરણકરણાનુયોગ પણ ખાસ આદરણીય છે. ૪ ધર્મકથાનુગ– પવિત્તિઃ ધમા ' એ શાસ્ત્રીય વચન પ્રમાણે ચારિત્રાદિ ગુણેની પ્રાપ્તિમાં આ અનુયાગ મુખ્ય સાધન ધર્મકથાનુગ. છે. પ્રથમના ત્રણે અનુયેગની અપેક્ષાએ આ અનુગને વિષય ગહન નથી તો પણ મધ્યમ વર્ગને ઘણો જ લાભપ્રદ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy